અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, 13 શ્રદ્ધાળુઓના મોત, યાત્રા સ્થગિત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 13 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બચાવ અભિયાન માટે ડીઆરએફ, એસડીઆરપી અને અન્ય સહયોગી એજન્સીઓને સક્રિય કરી દેવામાં આવી છે. ઘટના પર બચાવ કામ ચાલુ છે.
Trending Photos
Amarnath Yatra 2022: અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 13 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બચાવ અભિયાન માટે ડીઆરએફ, એસડીઆરપી અને અન્ય સહયોગી એજન્સીઓને સક્રિય કરી દેવામાં આવી છે. ઘટના પર બચાવ કામ ચાલુ છે. તીર્થયાત્રીઓના કેટલાક ટેન્ટમાં નુકસાનના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે આજે સાંજે લગભગ 5:30 વાદળ ફાટ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી જાણકારી આપી છે કે ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને તેમણે ઉપરાજ્યપાલને ફોન કરી ઘટનાની જાણકારી લીધી છે.
#WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported. Rescue operation underway by NDRF, SDRF & other agencies
(Source: ITBP) pic.twitter.com/o6qsQ8S6iI
— ANI (@ANI) July 8, 2022
પહેલગામ સંયુક્ત પોલીસ કંટ્રોલ રૂમ દ્રારા કહેવામાં આવ્યું છે કે અમરનાથ ગુફાના નીચલા વિસ્તારમાં સાંજે લગભગ 5:30 વાગે વાદળ ફાટવાની સૂચના મળી હતી. એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય એજન્સીઓ દ્રારા બચાવ કાર્ય ચાલુ છે. વધુ જાણકારી માટે રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે. ITBP દ્રારા કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો દુર્ઘટનામાં ભોગ બન્યા હોવાની આશંકા છે.
#WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported at around 5.30 pm. Rescue operation underway by NDRF, SDRF & other associated agencies. Further details awaited: Joint Police Control Room, Pahalgam
(Source: ITBP) pic.twitter.com/AEBgkWgsNp
— ANI (@ANI) July 8, 2022
પ્રાપ્ત માહિતી અનુસાર વાદળ ફાટવાની ઘટના બાદ હાલ યાત્રા રોકી દેવામાં આવી છે અને અકસ્માતમાં મોટી સંખ્યામાં ટેન્ટને નુકસાન થયું છે. જોકે પ્રાથમિક જાણકારી અનુસાર ITBP ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને અકસ્માતમાં ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાદળ ફાટવાથી આસપાસના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે અને અકસ્માતમાં ઘાયલ લોકોને એરલિફ્ટ કરી સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે