કેન્દ્રીય મંત્રીમંડળની આજે મહત્વની બેઠક, CAAના વિરોધ પર થઈ શકે ચર્ચા, UPમાં મૃત્યુઆંક 11 થયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે મંત્રીમંડળની બેઠક બોલાવી છે. બેઠક પ્રવાસી ભારતી કેન્દ્રમાં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે મંત્રીમંડળ (Cabinet meeting) ની બેઠકમાં નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં મંત્રીઓ આપસમાં ચર્ચા કરી શકે કે CAA અંગે જનતા સુધી વાત કેવી રીતે પહોંચાડી શકાય.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે મંત્રીમંડળની બેઠક બોલાવી છે. બેઠક પ્રવાસી ભારતી કેન્દ્રમાં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે મંત્રીમંડળ (Cabinet meeting) ની બેઠકમાં નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં મંત્રીઓ આપસમાં ચર્ચા કરી શકે કે CAA અંગે જનતા સુધી વાત કેવી રીતે પહોંચાડી શકાય.
સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં તમામ મંત્રાલયોનું પ્રેઝન્ટેશન હશે. મોદી સરકારના બીજા કાર્યકાળની આ બીજી બેઠક હશે. જ્યાં મંત્રાલયના કામકાજની સમીક્ષા કરાશે. પહેલા આ બેઠક વિજ્ઞાન ભવનમાં થવાની હતી. બેઠકમાં મંત્રીઓ પોત પોતાના મંત્રાલય અંગે વડાપ્રધાનને જાણકારી આપશે. કહેવાય છે કે આ બેઠક બાદ પીએમઓ તમામ મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર કરશે. કહેવાય છે કે આ રિપોર્ટ કાર્ડના આધારે જ મંત્રીઓના મંત્રિમંડળમાં ભવિષ્ય નક્કી થાય છે.
યુપી, દિલ્હી, કર્ણાટક અને બંગાળમાં ભારે વિરોધ પ્રદર્શન
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શુક્રવારે પણ દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન થયા. દેશની રાજધાની દિલ્હીમાં જ્યાં જૂની દિલ્હીના દરિયાગંજ, જામા મસ્જિદ વિસ્તારોમાં ઉગ્ર પ્રદર્શન થયા ત્યાં યુપીના સંભલ, લખનઉ, મુરાદાબાદ, ગાઝીપુર જેવા જિલ્લાઓમાં પણ ઉગ્ર પ્રદર્શન થયાં. દિલ્હીના જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની બહાર શુક્રવારે હજારોની સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ અને ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ એક્તાના નારા લગાવવા લાગ્યા હતાં.
આ VIDEO પણ ખાસ જુઓ...
યુપીમાં વધુ એકનું મોત, મૃત્યુઆંક 11 થયો
યુપી (Uttar Pradesh) માં થયેલા વિરોધ પ્રદર્શનમાં સંભલમાં ઘાયલ એક વ્યક્તિનું મોત થતા મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે. પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ થયેલા વિરોધ પ્રદર્શનમાં શુક્રવાર સુધી 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ હતાં. જેમાં બિજનોરમાં 2, કાનપુર, આગ્રા અને મેરઠમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ગુરુવારે વિરોધ પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિને ગોળી વાગી હતી જેનું લખનઉમાં મોત થયું. આ ઉપરાંત હિંસામાં અત્યાર સુધી 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Death toll in Uttar Pradesh in Friday's violence over Citizenship (Amendment) Act rises to 11: Officials
— Press Trust of India (@PTI_News) December 21, 2019
આજે શાળા કોલેજો બંધ
સીએમ યોગી આદિત્યનાથે (Yogi Adityanath) આજે પણ રાજ્યના તમામ શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેમણે લોકોને શાંતિ જાળવવાની અને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોઈએ કાયદો હાથમાં ન લેવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે