ચિત્રકુટ: ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત, 8ને ગંભીર ઇજા

આ અકસ્માત ચિત્રકુટના બદગઢ પોલીસમથકના સુચેતા કોલોની પાસે થયો હતો. સોમવારે રોડવેઝ બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. 

ચિત્રકુટ: ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત, 8ને ગંભીર ઇજા

ચિત્રકુટ/ઓંકાર ચંદેલ: ઉત્તર પ્રદેશના ચિત્રકુટમાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલઘાયલ થયા છે. 3ની હાલત ગંભીર જોતાં પ્રાથમિક ઉપચાર બાદ ઇલાહાબાદ રિફર કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આ અકસ્માત ચિત્રકુટના બદગઢ પોલીસમથકના સુચેતા કોલોની પાસે થયો હતો. સોમવારે રોડવેઝ બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. 

ટક્કર એટલી ભીષણ હતી કે 2 લોકોના મોત નિપજ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો કચ્ચરઘાણ નીકળી ગયો. ચીસો સાંભળીને ઘટનાસ્થળે પહોંચેલા રાહદારીઓ તથા ગ્રામજનોએ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. આ દરમિયાન સૂચના મળતાં પોલીસે ઉતાવળમાં ઘાયલોને નજીકના મઉ સામુદાયિક સ્વાસ્થ્ય કેંદ્રમાં ભરતી કરાવ્યા. 3 ગંભીર લોકોને ઇલાહાબાદ રીફર કરવામાં આવ્યા છે.
road

મૃતકના નામ
1- સંતબાબૂ પુત્ર રામલાલ (38) નિવાસી બારા માફી થાના પહાડી ચિત્રકુટ
2- હરેકૃષ્ણ પુત્ર હરિશચંદ્વ (45) નિવાસી ગહુરા થાના બદૌસા બાંદા

ઇજાગ્રસ્તોની યાદી
અજય કુમાર પાલ પુત્ર શિવપૂજન (22) 
રામબહાદુર પુત્ર પન્નાલાલ (25)
સંતોષસિંહ પુત્ર રામપ્રકાશ (બસ ડ્રાઇવર)
વિકાસ પુત્ર કૃપાશંકર (25)
અમન પુત્ર અહમદ અલી (ટ્રક ડ્રાઇવર)
રામબિહારી
સુનીલ કુમાર પુત્ર રજન
અંકિત પુત્ર લાલચંદ્વ સોની (22)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news