ચીને LAC પર ગોઠવી મિસાઇલો, 6 ગણી વધુ સેના ગોઠવી

ચીન પોતાની રોકેટ ફોર્સ પર સૌથી વધુ વિશ્વાસ કરે છે. 2016માં પીપુલ્સ લિબરેશન આર્મી રોકેટ ફોર્સ 9(PLARF)ને અલગ સંગઠન બનાવવામાં આવ્યું છે અને તેની પાસે દુનિયામાં સૌથી મોટો રોકેટ ભંડાર છે.

ચીને LAC પર ગોઠવી મિસાઇલો, 6 ગણી વધુ સેના ગોઠવી

નવી દિલ્હી: ગલવાન ઘાટીમાં ચીને લાંબા અંતર સુધી ચીની જમીનથી હવામાં મારનાર HQ-9 અને HQ-16 મિસાઇલો તૈનાત કરી છે. HQ-9 મિસાઇલની રેંજ 200 કિમી સુધી છે અને તેની રડાર ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સ્માર્ટ બોમ્બ અથવા ડ્રોનને સરળતાથી પકડી શકે છે. HQ-16 મધ્યમ દૂરી સુધી જમીનથી હવામાં માર કરનાર મિસાઇલ છે જેની રેંજ 40 કિલી સુધી છે.

ચીન પોતાની રોકેટ ફોર્સ પર સૌથી વધુ વિશ્વાસ કરે છે. 2016માં પીપુલ્સ લિબરેશન આર્મી રોકેટ ફોર્સ 9(PLARF)ને અલગ સંગઠન બનાવવામાં આવ્યું છે અને તેની પાસે દુનિયામાં સૌથી મોટો રોકેટ ભંડાર છે. ચીને પોતાના ભારે તોપખાનામાં પણ ભારે એલએલસી પાસે એવી જગ્યાઓ તૈનાત કરી છે જ્યાં ગલવાન ઘાટી અને પેંગાંગ સરોવરના કિનારે ભારતીય સેનાના અડ્ડાઓ પર ગોળીબારી કરી શકાય. 

ચીને પોતાની સેના એટેલે કે પીપુલ્સ લિબરેશન આર્મી (PLA) ગોઠવણને પણ વધારી છે. સૂત્રોના અનુસાર અત્યારે ચીન અને ભારતીય સેનાની એલએસી પર તૈનાતીનો રેશિયો 6 ગણો વધુ છે. ચીની સેનાએ ગલવાન ઘાટી, ડેપસાંગ પ્લેન, પેંગાંગ, ડેમચોક સહિત દક્ષિણ લદ્દાખના ચુમુરની સામે પણ સેનાની તૈનાતી વધારી છે. ચીન ટેબલ પર પીછે હટ કરવા અંગે ચર્ચા અને LAC પર ફોજમાં વધારાથી ખબર પડે છે કે ચીન ભારત વિરૂદ્ધ ડબલ ગેમ પ્લાન કરી રહ્યું છે. 

તમને જણાવી દઇએ કે 30 જૂનના રોજ ભારત અને ચીનની વચ્ચે કોર કમાંડર સ્તરની બેઠક થઇ હતી. આ બેઠક ભારત તરફથી સ્થિતિ ચુશુલમાં થઇ જે લગભગ 12 કલાક ચાલી. આ કોર કમાંડર સ્તર વચ્ચે થયેલી ત્રીજી બેઠક હતી. આ પહેલાં 22 જૂન અને 6 જૂને પણ બે સેનાઓ વચ્ચે વાતચીત થઇ હતી. 

6 જૂનની બેઠકમાં નક્કીક થયું હતું કે LAC પર તણાવને દૂર કરવા માટે બંને સેનાઓ પાછળ હટશે. પરંતુ બેઠકોનો દૌર છતાં તણાવ ઓછો થવાને બદલે વધતો ગયો. સૂત્રોના અનુસાર 30 જૂનના રોજ થયેલી બેઠકમાં સૈનિકોએ પીછે હટવા પર સહમતિ તો બની છે પરંતુ તેની પ્રક્રિયામાં હજુ સમય લાગશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news