India-China Standoff: ભારતના જીતની તસવીરો, જુઓ પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી પાછળ હટી રહ્યાં છે ચીનના ટેન્ક
ભારત અને ચીન પૂર્વી લદ્દાખ સેક્ટરમાં છેલ્લા 9 મહિનાથી જારી ગતિરોધ ઘટાડવાની દિશાસમાં એક પગલું વધુ આગળ વધ્યું છે. બન્ને દેશોએ પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી પોત-પોતાના ટેન્કોને પાછળ હટાવવાનું શરૂ કરી દીધું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈસ્ટર્ન લદ્દાખમાં એલએસી (LAC) પર ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને ખતમ કરવાની પ્રક્રિયામાં હાલ ટેન્કો પાછળ કરી લીધા છે. બુધવારે ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ કરતા પહેલા ભારત અને ચીનની સેનાના લોકલ કમાન્ડર્સની બેઠક થઈ. ત્યારબાદ પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી બન્ને દેશોએ પોતાના ટેન્કને પાછળ કરવાનું શરૂ કરી દીધું. પ્રક્રિયાનું વેરિફિકેશન ભારત અને ચીનની સેના મળીને કરી રહી છે. દરરોજ બે વખત લોકલ કમાન્ડર્સ મળી રહ્યાં છે.
ઈન્ડિયન આર્મીના એક સીનિયર અધિકારી પ્રમાણે બન્ને દેશોએ દક્ષિણી કિનારા પર મોટી સંખ્યામાં ટેન્કોની તૈનાતી કરી હતી. બુધવારે ટેન્કોની સાથે કોમ્બેટ વીઇકલને પાછળ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું. ટેન્ક હજુ એક નક્કી અંતરથી પાછળ કરી લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, દરેક પગલાનું બન્ને દેશ જોઈન્ટ વેરિફિકેશન કરી રહ્યાં છે. તેમાં ફિઝિકલ વેરિફિકેશનની સાથે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન પણ થશે. ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન માટે સેટેલાઇન ઇમેજની સાથે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવશે.
#WATCH: Indian Army video of ongoing disengagement process in Ladakh. pic.twitter.com/kXjr0SiPN2
— ANI (@ANI) February 11, 2021
દરેક વેરિફિકેશન બાદ બીજું પગલું ભરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી જ્યાં સૌથી પહેલા ટેન્કોને પાછળ કરવામાં આવી રહી છે તો ઉતર કિનારાથી સૈનિકોની સંખ્યા ઓછી કરવાની શરૂ થઈ છે.
અધિકારીએ કહ્યું કે, આ ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા છે ડિએસ્કેલેશનની નહીં. એટલે કે સૈનિક અને સૈન્ય સામાન સાથે અત્યારે એકદમ આમને-સામને છે તેને પાછળ કરવામાં આવી રહ્યું છે. પાછળ સૈનિકોની તૈનાતી અને સૈન્ય સામાનની તૈનાતી હાલ જારી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે