સરકારી ભરતી આવે કે ન આવે ભાજપ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, તમામ કોંગ્રેસીઓની ભરતી: વસાવા
Trending Photos
ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ભરૂચ નર્મદા જિલ્લાના BTP અને ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને બીટીપીના છોટુવસાવા સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. બીટીપી ના અધ્યક્ષ અને ધારાસભ્ય છોટુ વસાવાએ ખેડૂત આંદોલન મુદ્દે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે. એટલે તેનો નિકાલ થતો નથી. આંદોલન દ્વારા નિકાલ નહી આવે તો રાજકારણમાં વિસ્ફોટ થશે. જે પ્રકારે ભારતમાં કોંગ્રેસની હાલત થઇ છે અને જે પ્રકારે ભાજપની પણ થવાની છે કારણ કે, કોંગ્રેસનાં તમામ લોકોને ભાજપમાં સ્વિકારવામાં આવી રહ્યા છે. ભાજપ માને છે કે કોઇ વિપક્ષ રહેવો જ ન જોઇએ અને તમે લોકો અમારી સાથે આવો આપણે મળીને દેશને લૂંટી લઇએ.
હાલમાં જ બીટીપીએ AIMIM સાથે ગઠબંધન કરતા રાજકીય ભૂકંપ આવ્યો છે. ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ બીટીપી અને એઆઇએમઆઇએમ ગાંડા છે કહીને બીટીપી પર પ્રહાર કર્યા હતા. છોટુ વસાવાએ જણાવ્યું કે, મનસુખભાઇ જ એક દુખ છે. મનસુખ એ સુખ નથી નર્મદા અને ભરૂચનું એક દુખ છે. તેનું નામ જ માત્ર મનદુખ છે. હાલ રાજ્યમાં સરકારી નોકરીઓમાં ભરતી થાય કે ન થાય પરંતુ રાજકીય ભરતી ખુબ જ મોટા પ્રમાણમાં ચાલી રહી છે.
MLA મહેશ વસાવાએ પણ વિશ્વાસ સાથે જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીનાં આદિવાસી બેલ્ટ પર બીટીપી ચૂંટણી લડશે આ અમારી સેમી ફાઇનલ છે. ત્યાર બાદ આ તમામ જગ્યાએ વિધાનસભાની ચૂંટણીમાં અમે ઉમેદવારોને પણ ઉતારીશું. ત્યારે લોકોને ખબર પડશે કે કોણ આદિવાસી હિતેચ્છું છે અને કોણ આદિવાસીનો હિત શત્રું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે