ચીને ગુપ્ત શિબિરોમાં ઠાંસી રાખ્યા છે 10 લાખ ઉઇગર મુસલમાન: સંયુક્ત રાષ્ટ્ર

સેંકડો ઉઇગર મુસલમાનોના શિબિરમાં યોગ્ય વ્યવસ્થા નહી હોવાનાં કારણે મોત પણ થઇ ચુક્યા છે

ચીને ગુપ્ત શિબિરોમાં ઠાંસી રાખ્યા છે 10 લાખ ઉઇગર મુસલમાન: સંયુક્ત રાષ્ટ્ર

જીનિવા : સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પેનલના અનુસાર તે વાતનો વિશ્વસનીય રિપોર્ટ છે કે ચીને 10 લાખ ઉઇગર મુસલમાનોને ગુપ્ત શિબિરોમાં ગોંધીને રાખવામાં આવ્યા છે. માનવાધિકાર પેનલે શિનજિયાંગ પ્રાંતમાં સામૂહિક કસ્ટડીની શિબિરોમાં કેદ ઉઇગર મુસલમાનો મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રનાં વંશીય ભેદભાવ ઉન્મૂલન કમિટીના સભ્યો ગે મેકડોગલે ઉપરોક્ત દાવો કર્યો છે. 

ચીનની નીતિઓના બે દિવસીય રિવ્યુ દરમિયાન કમિટીના સભ્યોએ કહ્યું કે, બીજિંગે આ સ્વતંત્ર ક્ષેત્રને એક વિશાળ નજરબંદ રાખવા માટે શિબિર જેવી બનાવવામાં આવી છે. એવું લાગી રહ્યું છેકે અહીં તમામ અધિકારો નિષિદ્ધ છે અને તમામ બાબતો ગુપ્ત છે. તેમના અનુસાર ધાર્મિક ઉગ્રવાદના ઉકેલ માટે ચીને આ પ્રકારની કાર્યવાહી કરી છે. 

મેકડોગલે ચિંતા વ્યક્ત કરી છે કે માત્ર પોતાના વંશીય ધાર્મિક ઓળખના કારણે ઉઇગર સમુદાયની સાથે ચીનમાં દેશના દુશ્મનની જેમ વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમણે તમામ રિપોર્ટ્સના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, વિદેશોમાં શિનજિયાંગ પ્રાંતમાં પરત ફરનારા સેંકડો ઉઇગર વિદ્યાર્થીઓ ગાયબ થઇ ચુક્યા છે. તેમણે દાવો કર્યો કે ઘણા લોકો કસ્ટડીમાં છે અને કેટલાકના કસ્ટડી દરમિયાન મોત પણ થઇ ચુક્યા છે. 

ન્યૂયોર્ક  ટાઇમ્સ પર આધારિત એએનઆઇના રિપોર્ટ અનુસાર 50 સભ્યોના ચીની પ્રતિનિધિમંડળે અત્યાર સુધી મેકડોગલે આરોપોનો જવાબ આપ્યો નથી. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂત યૂ જિયાનહુઆએ લઘુમતી માટે ચીનની નીતિઓનાં વખાણ કર્યા છે. તેમણે દાવો કર્યો કે આ નીતિઓ સદ્ભાવ અને એકતાને  વધારવા પર કેન્દ્રીત કર્યું છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રના ઇકનોમિક ડેવલપમેન્ટમાંથી 2 કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, શિનજિયાંગ પ્રાંતમા ઉઇગર મુસલમાનોની વસ્તી સૌથી વધારે છે. ચીનના પશ્ચિમી હિસ્સામાં આવેલા આ પ્રાંતને અધિકારીક રીતે સ્વાયત કરવાની જાહેરાત કરી રહ્યા છે. ઘણા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ ઉઇગર મુસલમાનોને સામુહિક કસ્ટડીમા રાખ્યા અને તેમના ધાર્મિક ક્રિયાકલાપોમાં હસ્તક્ષેપ કરવા મુદ્દે ચીનની આલોચના કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news