સૂર્યગ્રહણ પુર્ણ થયા બાદ જરૂર કરો આ 8 કામ નહી તો થઇ શકે છે મોટુ નુકસાન
ભારતમાં સૂર્યગ્રહણ જોવા નહી મળે જેના કારણે સુતક સંબંધી નિયમો પાળવાની જરૂરિયાત રહેતી નથી
Trending Photos
અમદાવાદ : 11 ઓગષ્ટ, 2018 એટલે કે આ વર્ષનું ત્રીજુ અને આખરી સૂર્યગ્રહણ ચાલુ થઇ ચુક્યું છે. આ સૂર્યગ્રહણ આંશિક હશે અને ભારતમાં નહી દેખાડવામાં આવે. ભારતીય સમય અનુસાર તે બપોરે 1.30 વાગ્યે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણની કુલ અવધિ આશરે 3 કલાક અને 20 મિનિટ રહેશે. આ ગ્રહણની કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં રહેશે. તે આંશિક સૂર્યગ્રહણ ઉતરી અને પુર્વી યૂરોપ, ઉત્તરી અમેરિકા તથા ઉત્તરી અને પશ્ચિમી એશિયામાં જોવા મળશે. ભારતમાં તે જોવા નહી મળે. માટે સૂતક સંબંધિત નિયમોનું પાલન કરવાની જરૂર નથી.
જ્યોતિષની ભાષામાં જ્યારે પણ સૂર્ય અને ચંદ્રમા રાહુ અને કેતુથી પીડિત હોય છે, ત્યા સુધી ગ્રહણની ઘટના બને છે. સૂર્યગ્રહણ પુર્ણ થયા બાદ તુરંત આ ઉપાય કરીને ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે. આવો જાણીએ શું ઉપાય છે....
- ગ્રહણ પુર્ણ થતાની સાથે જ સ્નાન કરો. સ્નાન કર્યા બાદ નવા અથવા સાફ સુથરા વસ્ત્રો ધારણ કરો.
- સ્નાન કર્યા બાદ જ પુજા ઘરમાં પ્રવેશ કરો
- ત્યાર બાદ ગોળ, ઘઉ અને તાંબાના વાસણોનું દાન કરો.
- પોતાના પિતરોને યાદ કરો અને દાન કરો. જો આસપાસના કેટલાક ધાર્મિક સ્થળો છે તો પુજા કરો.
- જો તમે આસપાસ ઘાટ છે તો અહીં જઇને શિવજીની પુજા કરવી જોઇએ.
- ગ્રહણ કાળ ખતમ થયા બાદ દેવતાઓની મુર્તિઓને ગંગાજળ છાંટીને શુદ્ધ કરવું જોઇએ.
- ગ્રહણ ખતમ થતાની સાથે જ ઘરની અંદર અને આસપાસના ઝાડને ગંગાજળ છાંટીને શુદ્ધ કરી દેવા જોઇએ.
- ઘરમાં ઝાટ છાંટીને ધુપ બત્તી કરવી જોઇએ, જેના કારણે તમામ નકારાત્મક ઉર્જા બહાર નિકળી જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે