કાળજુ ચીરી દે તેવી ઘટના, ઝાંસીની મેડિકલ કોલેજમાં 10 નવજાત બાળકો જીવતા સળગ્યા, 37 ને બચાવી લેવાયા
Jhansi Medical College Fire : ઝાંસીમાં દર્દનાક દુર્ઘટના, 10 નવજાત જીવતા સળગ્યા... મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં વિસ્ફોટ પછી આગ લાગી, બારીના કાચ તોડીને 39 બાળકોને બચાવાયા
Trending Photos
Jhansi Hospital Fire : ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના શિશુ વોર્ડ (SNCU)માં શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે ભીષણ આગ લાગી હતી. અકસ્માતમાં 10 નવજાત બાળકો દાઝી ગયા હતા. તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. આગની ઘટના બાદ બારી તોડીને 37 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જેમની સારવાર ચાલી રહી છે. ઝાંસીની આગની ઘટના પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એક્શનમાં આવ્યા છે, ઘટનાસ્થળે મોકલેલા ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. સીએમ યોગીએ કમિશનર અને ડીઆઈજી પાસેથી 12 કલાકમાં તપાસ રિપોર્ટ માંગ્યો છે.
- ઉત્તર પ્રદેશના ઝાંસીમાં બની કરુણ ઘટના
- મેડિકલ કોલેજના NICUમાં લાગી ભીષણ આગ
- આગમાં 10 બાળકોને મૃત્યુ થતા હાહાકાર
- બારી તોડીને 37 બાળકોને બહાર કાઢવામાં આવ્યા
- મામલાની વિસ્તૃત તપાસના આદેશ આપવામાં આવ્યા
- ઘટના પર યૂપીના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્ય
- મૃતક બાળકોના પરિવારજનોને અપાશે આર્થિક સહાય
- મૃતક બાળકોના પરિવાજનોને 10-10 લાખના વળતરની જાહેરાત
ઝાંસી મેડિકલ કોલેજમાં ગઈકાલે રાત્રે લાગેલી આગમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. મેડિકલ કોલેજના બાળકોના ICUમાં આગ લાગી હતી. અકસ્માત સમયે NICUમાં 55 બાળકો હતા જેમાંથી 37 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ બાળકોને બહારના વોર્ડમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ અંદરના વોર્ડમાં રહેલા બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. આગની ઘટના બાદ હોસ્પિટલની બહાર પરિવારજનોના ટોળા ઉમટી પડ્યા છે અને જીવ ગુમાવનાર બાળકોના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. અકસ્માતમાં પોતાના 7 મહિનાના બાળકનો જીવ ગુમાવનાર એક માતાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે આગ લાગ્યા બાદ તે પણ તેના બાળકને બચાવવા દોડી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
#WATCH | Uttar Pradesh: Visuals from Jhansi Medical College, where a massive fire broke out in the Neonatal Intensive Care Unit (NICU) last night.
The fire claimed the lives of 10 newborns pic.twitter.com/IL8gjieJOK
— ANI (@ANI) November 16, 2024
પોલીસના જણાવ્યા અનુસાર આગની ઘટના બાદ 16 બાળકોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. 7 બાળકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના રાત્રે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં સ્પાર્કિંગના કારણે આગ લાગી હતી. સીએમ યોગીએ દુર્ઘટના બાદ તરત જ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કમિશનર અને ડીઆઈજીને 12 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે