Corona Vaccination: આજથી કિશોર વયનાનું રસીકરણ શરૂ, ઓન સ્પોર્ટ પણ થઈ શકશે રજિસ્ટ્રેશન
દેશભરમાં આજથી એટલે કે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ હાલમાં જ બાળકોના રસીકરણની જાહેરાત કરી હતી.
Trending Photos
દિલ્હી: દેશભરમાં આજથી એટલે કે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ હાલમાં જ બાળકોના રસીકરણની જાહેરાત કરી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરીથી કોવિન એપ પર બાળકોનું રજિસ્ટ્રેશન શરૂ થયું. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં દેશભરમાંથી લગભગ 6 લાખ 80 હજાર બાળકોએ રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવી લીધુ છે. આ એજ ગ્રુપ માટે ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપવામાં આવી છે.
આ બાજુ રસી નિર્માતા કંપની ભારત બાયોટેકનો દાવો છે કે તેની રસીનો બાળકો પર સારો પ્રભાવ છે. ટ્રાયલ બાદ રસી બાળકો માટે ખુબ સુરક્ષિત જણાઈ છે બાળકોમાં વયસ્કોની સરખામણીએ સરેરાશ 1.7 ટકા વધુ એન્ટીબોડી બનવાની વાત કહેવાઈ છે. અત્રે જણાવવાનું કે ઝાયડેસ કેડિલાની ઝાયકોવ-ડીને 20 ઓગસ્ટે જ મંજૂરી મળી ગઈ હતી. પરંતુ તેને હાલ રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરાઈ નથી. આ રસી 12 વર્ષથી ઉપરના બાળકોને અપાશે.
કેવી રીતે થાય છે રસીકરણની પ્રક્રિયા?
આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી પહેલા બાળકોએ પોતાનું કોવિન એપ પર કરાયેલું રજિસ્ટ્રેશન સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન ડેસ્ક પર બતાવવું પડશે. ત્યારબાદ બિલિંગ ડેસ્ક પર જઈને ત્યાંથી બિલ લેવામાં આવશે અને પછી બિલ લઈને બાળકોના માતા પિતા સાથે રસીકરણ ઝોનમાં જશે. રસીકરણ ઝોનમાં સૌથી પહેલા બાળકોનું Vital Test કરાશે. આ વાઈટલ ટેસ્ટમાં બાળકોની બેઝિક હેલ્થ એટલે કે તેમની હાઈટ, તેમનું વજન અને બ્લ્ડ પ્રેશર વગેરે ચેક કરાશે. બધુ થયા બાદ બાળકો પાસે એક કન્સર્ન ફોર્મ ભરાશે. ત્યારબાદ એક ડેક્લેરેશન ફોર્મ પણ ભરાવવામાં આવશે જેમાં પૂછવામાં આવશે કે તેમને કોઈ પ્રકારના કોમ્પ્લિકેશન કે બીમારી તો નથી.
જો આવું કઈક આવે તો બાળકોને સૌથી પહેલા ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે પીડિયાટ્રિક્સ ઝોનમાં મોકલાશે. આ ઝોનમાં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ બાળકોને કન્સલ્ટ કરશે અને તેમને રસીકરણ માટે આગળ કયા પ્રકારની પ્રક્રિયા ફોલો કરવાની છે તે જણાવશે. બધુ સમજાવ્યા બાદ તેમને રસીનો પહેલો ડોઝ અપાશે.
આ રીતે કરો રજિસ્ટ્રેશન
કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન પહેલી જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. આ માટે સ્કૂલ આઈડી કે આધાર કાર્ડ સહિત સરકાર દ્વારા જારી કરાયેલા કોઈ પણ ઓળખ પત્રનો ઉપયોગ થઈ શકે છે. રજિસ્ટ્રેશન અગાઉ ઉપયોગમાં લેવાયેલા ફોન નંબર સાથે પણ થઈ શકે છે અને નવા નંબરથી પણ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશનનો ઓપ્શન છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ કે પછી સીધા કેન્દ્ર પર પહોંચીને બાળકો રસી લઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે