કોરોનાના કેસો વધતા ગુજરાતમાં પ્રતિબંધોની શરૂઆત! હેર સલૂન અને બ્યુટી પાર્લર માટે નવી ગાઈડલાઈન અપાઈ

ગુજરાત પોલીસની ટ્વીટમાં જણાવાયું છે કે, દરેક હેર સલૂન-બ્યુટીપાર્લર સંચાલકોએ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને પ્રવેશ આપવો જરૂરી છે.

કોરોનાના કેસો વધતા ગુજરાતમાં પ્રતિબંધોની શરૂઆત! હેર સલૂન અને બ્યુટી પાર્લર માટે નવી ગાઈડલાઈન અપાઈ

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)કોરોનાની(Corona)ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે. તેમજ દિવસે દિવસે કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના કેસને અટકાવવા માટે કડક પ્રતિબંધો(Restriction)મુકવામાં આવી રહ્યાં છે. ગુજરાત પોલીસે કોવિડ ગાઈડલાઈનના પાલનની સૂચના આપી દીધી છે. ગુજરાત પોલીસના સતાવાર ટ્વીટર હેન્ડલ પર ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવાની અપીલ કરાઈ છે. 

ગુજરાત પોલીસની ટ્વીટમાં જણાવાયું છે કે, દરેક હેર સલૂન-બ્યુટીપાર્લર સંચાલકોએ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને પ્રવેશ આપવો જરૂરી છે. ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન-બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા જાણવાયું છે, આ સાથે જ હેર સલૂન અને બ્યુટી પાર્લરના કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. સલૂન-બ્યુટી પાર્લરમાં કામ કરનારા કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજાં પહેરી રાખવા પડશે, તથા ગ્રાહકો માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. 

— Gujarat Police (@GujaratPolice) January 2, 2022

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. હવે એક દિવસમાં 1000ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે, ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરાયેલી છે.

આ સિવાય રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે જાહેર સ્થળો, કામના સ્થળે તથા ડ્રાઈવિંગ કરતા સમયે પણ માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. ઉપરાંત જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારી તેમની સામે કડક કાર્યવાહી કરાશે. 

નોંધનીય છે કે, રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news