ઉદ્ધવે માની હાર? ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામુ આપી શકે છે મુખ્યમંત્રી ઠાકરે

બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ સહયોગીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મને પોતાના લોકોએ દગો આપ્યો પરંતુ ગઠબંધનના સહયોગી હોવાને નાતે તમે અઢી વર્ષ સાથ આપ્યો તે માટે તમારો આભાર. 

ઉદ્ધવે માની હાર? ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામુ આપી શકે છે મુખ્યમંત્રી ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે રાજ્યપાલ દ્વારા ગુરૂવારે ગૃહમાં ફ્લોર ટેસ્ટ કરાવવાના નિર્દેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. પરંતુ બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી એવો ખ્યાલ આવે છે કે તેમણે હાર માની લીધી છે અને તે ગમે ત્યારે રાજીનામુ આપી શકે છે. 

ઉદ્ધવે મંત્રીમંડળની બેઠક દરમિયાન નાયબ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને કેબિનેટ મંત્રી છગન ભુજબલ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે ઓનલાઇન સામેલ થયા હતા. બેઠક દરમિયાન ઠાકરેએ તમામ સહયોગીઓનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને પોતાના લોકોએ દગો આપ્યો છે પરંતુ ગઠબંધનના સહયોગી હોવાને કારણે તમે અઢી  વર્ષ સુધી સાથ આપ્યો તે માટે આભાર. મહત્વનું છે કે મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં શિવસેના સિવાય એનસીપી અને કોંગ્રેસ સામેલ છે. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે જો સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ દ્વારા અપાયેલા ફ્લોર ટેસ્ટના નિર્ણયને યથાવત રાખે તો ઠાકરે રાજીનામુ આપશે. અહેવાલ પ્રમાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફ્લોર ટેસ્ટ માટે જશે નહીં અને રાજીનામુ આપશે. કેબિનેટ બેઠક માટે મંત્રાલય પહોંચવા પર મુખ્યમંત્રીએ છત્રપતિ શિવાજી અને બીઆર આંબેડકરની પ્રતિમાઓ સમક્ષ નમન કર્યુ હતું. 

મહારાષ્ટ્ર કેબિનેટ બેઠક પર રાજ્યના મંત્રી જયંત પાટિલે કહ્યુ- આજે મુખ્યમંત્રીએ અમારી ત્રણેય પાર્ટીઓએ અઢી વર્ષમાં જે સારૂ કામ કર્યું તેના પર આભાર વ્યક્ત કર્યો છે. કાલે જો સુપ્રીમ કોર્ટ કહેશે કે વિશ્વાસ મત થશે ત્યારે નક્કી થશે આ છેલ્લી બેઠક છે કે નહીં. તેમણે કહ્યું કે, મારી પાર્ટીએ મને દગો આપ્યો તે દુર્ભાગ્ય છે અને તે માટે દુખ પણ વ્યક્ત કર્યું હતું. 

કેબિનેટની બેઠક બાદ કોંગ્રેસ નેતા સુનીલ કેદારે કહ્યુ કે, મુખ્યમંત્રીએ અમને જણાવ્યું કે તમે સારો સહયોગ કરો છો અને આગળ પણ આવા સહયોગની અપેક્ષા રહેશે અને હું પણ તમારી સાથે આવો વ્યવહાર કરુ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news