250 વર્ષથી નિકળતી અમદાવાદ કરતા પણ જુની રથયાત્રામાં ભગવાન બહેન-ભાઇ વગર નિકળે છે નગરચર્યાએ!

જિલ્લાના સુપ્રસિદ્ધ રાજા રણછોડના ધામ એવા ડાકોરમાં આ વર્ષે 250 મી ભવ્ય રથયાત્રા રંગે ચંગે નીકળશે. જેમાં રાજા રણછોડની નગરચર્યામાં લાખો શ્રદ્ધાળુઓ પણ જોડાશે. ડાકોરની તૈયારીઓની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. ડાકોર સુપ્રસિદ્ધ રણચોડરાય મંદિર છે જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો પણ રથયાત્રાના દિવસે ઉમટી પડતા હોય છે. 

250 વર્ષથી નિકળતી અમદાવાદ કરતા પણ જુની રથયાત્રામાં ભગવાન બહેન-ભાઇ વગર નિકળે છે નગરચર્યાએ!

ખેડા : જિલ્લાના સુપ્રસિદ્ધ રાજા રણછોડના ધામ એવા ડાકોરમાં આ વર્ષે 250 મી ભવ્ય રથયાત્રા રંગે ચંગે નીકળશે. જેમાં રાજા રણછોડની નગરચર્યામાં લાખો શ્રદ્ધાળુઓ પણ જોડાશે. ડાકોરની તૈયારીઓની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. ડાકોર સુપ્રસિદ્ધ રણચોડરાય મંદિર છે જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો પણ રથયાત્રાના દિવસે ઉમટી પડતા હોય છે. 

૧લી જુલાઈએ ડાકોર ખાતે રથયાત્રા નીકળવાની છે તેના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ પુર જોરશોરથી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રથના સમારકામની કામગીરી છેલ્લા દસ દિવસથી અવિરત ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, ડાકોરમાં રણછોડરાયજીના બિરાજવા માટે બે રથ તૈયાર કરવામાં આવે છે. જેમાં એક રથ ચાંદીનો હોય છે જેમાં ડાકોરના ઠાકોર બિરાજમાન થાય છે. જ્યારે બીજો રથ પ્લાન B તરીકે સાથે ચલાવવામાં આવે છે. 

રથયાત્રા દરમિયાન રાજા રણછોડને બે રથોમાં એક બાદ એક બિરાજમાન કરીને નગરચર્યાએ નીકાળવામાં આવશે. જેમાંથી એક રથ પિત્તળનો છે. જે રથનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. અન્ય રથ ચાંદીનો રથ છે તેમાં પણ લાલાને બિરાજમાન કરીને નગરચર્યાએ લઇ જવાશે. આ ચાંદીનો રથ વિક્રમ સંવત 1989 મા બનાવવામાં આવ્યો હતો. જેને આજે 89 વર્ષે પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે તેનુ છેલ્લા ૫૫ વર્ષથી સમારકામ કરતા દાદા આજે પણ તે રથનુ સમારકામ કરી રહ્યા છે. આ રથના પૈડા તેમજ તેમાં લગાવવામાં આવેલું ચાંદી જેને ફરી એકવાર જગ મગાટ કરવા માટેની કામગીરી ચાલી રહી છે. 

ડાકોરમાં સાત કિલોમીટરના રૂટમાં 4000 તોલા ચાંદીથી નિર્મિત આ રથ પર રાજા રણછોડ રાયને બિરાજમાન કરીને નગરચર્યાએ લઇ જવાય છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાશે. જય રણછોડ માખણચોરના નાદથી સમગ્ર ડાકોર ગુંજી ઉઠશે ત્યારે આ રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news