છત્તીસગઢ ચૂંટણી પરિણામ Live: રમણ સિંહે સ્વીકારી હારની નૈતિક જવાબદારી, CM પદેથી આપ્યું રાજીનામું

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 સીટો પર રુઝાન સામે આવી ગયા છે. રૂઝાનમાં કોંગ્રેસ 61, ભાજપ 19 અને જનતા કોંગ્રેસ 8 જ્યારે બે સીટ પર અપક્ષ આગળ ચાલી રહ્યાં છે. 

 છત્તીસગઢ ચૂંટણી પરિણામ Live: રમણ સિંહે સ્વીકારી હારની નૈતિક જવાબદારી, CM પદેથી આપ્યું રાજીનામું

રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattigarh Assembly Elections 2018)માં ભાગ્ય અજમાનવનાર તમામ  1263 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય થઈ જશે. રાજ્યમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો નિર્ણય આજે આવી જશે. તેવામાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોમાં કોઈ યજ્ઞ તો કોઈ પૂજા-પાઠના માધ્યમથી ભગવાનને ખુશ કરી પોતાની જીતની પ્રાર્થના કરવામાં લાગેલા છે. આજે સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ જશે અને 12 કલાક સુધીમાં વલણ સ્પષ્ટ થઈ જશે. મહત્વનું છે કે, રાજ્યના દરેક જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં વિધાનસભાવાર 14-14 ટેબલ લગાવવામાં આવ્યા છે. 

કાઉન્ટિંગ શરૂ

- અમે મજબૂત વિપક્ષ તરીકે કામ કરીશું- રમણ સિંહ

- ડો. રમણ સિંહે ભાજપની હારની નૈતિક જવાબદારી સ્વીકારી

- રમણ સિંહે સીએમ પદેથી આપ્યું રાજીનામું

- સંજારી બાલોદથી કોંગ્રેસની સંગીતા સિન્હા જીતી ગઈ છે.

- કોંગ્રેસના લખેશ્વર બઘેલ બસ્તર સીટથી જીત્યા. 

- છત્તીસગઢમાં કાર્યકર્તાઓની સાથે જીતનો જશ્ન મનાવતા રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બઘેલ. 

— ANI (@ANI) December 11, 2018

- રાજીમથી કોંગ્રેસના અમિતેશ શુક્લા જીત્યા. 

- દંતેવાડાથી કોંગ્રેસની દેવતી કર્મા આગળ ચાલી રહી છે.

- અકલતરાથી ભાજપની ઋૃચા જોગી પાછળ. 

- છત્તીસગઢમાં પ્રથમ વિધાનસભા સીટ માટે પરિણામ જાહેર થઈ ગયું છે. ચિત્રકોટ વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર દીપક બૈજે 15 હજારથી વધુ મતથી જીત મેળવી છે. 

- છત્તીસગઢમાં ભાજપની હાર થતા કાર્યાલયમાં સન્નાટો

— ANI (@ANI) December 11, 2018

- સક્તીથી કોંગ્રેસના ચરણદાસ મહંત આગળ ચાલી રહ્યાં છે. 

- બિલ્હાથી ભાજપના ધરમલાલ કૌશિક આગળ. 

- બૈકુંઠપુરથી ભૈયાલાલ રાજવાડે આગળ.

- બિલાસપુરથી ભાજપના અમર અગ્રવાલ પાછળ

- ખરસિયાથી ભાજપના ઓપી ચૌધરી ટ્રેન્ડમાં પાછળ ચાલી રહ્યાં છે. 

- દુર્ગ ક્ષેત્રમાં કોંગ્રેસ 17 સીટો, ભાજપ બે સીટો અને જેસીસી એક સીટ પર આગળ આલી રહ્યાં છે. 

- બસ્તર ક્ષેત્રમાં 11 સીટો પર કોંગ્રેસ અને એક સીટ પર ભાજપ આગળ. 

- મતગણતરીના ટ્રેન્ડમાં ઘણા મંત્રીઓ ચાલી રહ્યાં છે પાછળ

- અલગ પાર્ટી બનાવવાનો મારો ઈરાદો સફળ રહ્યોઃ અજીત જોગી

- જનતા કોંગ્રેસ છત્તીસગઢના અધ્યક્ષ અજીત જોગી બોલ્યા- ઓછા સમયમાં અમારી પાર્ટીએ સારૂ પ્રદર્શન કર્યું 

- રાયપુર ક્ષેત્રમાં 16 સીટો પર કોંગ્રેસ, ત્રણ પર ભાજપ અને એક પર જેસીસી આગળ ચાલી રહી છે. 

- છત્તીસગઢમાં તમામ 90 સીટોના ટ્રેન્ડ, 63 પર કોંગ્રેસ આગળ, 18 પર ભાજપ, 9 પર બીએસપીને લીડ

- છત્તીસગઢમાં ચાલી રહેલા રૂઝાનોમાં 7 મંત્રીઓ ચાલી રહ્યાં છે પાછળ

- રાયગઢથી ભાજપના રોશન લાલ અગ્રવાલ આગળ ચાલી રહ્યાં છે. 

- ડૌંડીલોહારાથી કોંગ્રેસના અનિલા ભેડિયા આગળ ચાલી રહ્યાં છે. 

- છત્તીસગઢના દુર્ગથી ભાજપના જનરલ સેક્રેટરી સરોજ પાંડેએ કહ્યું, હજુ પ્રથમ રાઉન્ડની ગણતરી બાદ કશું કહી ન શકાય. અમે આશા કરી રહ્યાં છીએ કે છત્તીસગઢમાં સરકાર બનાવશું અને આ કાંટાની ટક્કર છે. 

— ANI (@ANI) December 11, 2018

- છત્તીસગઢમાં તમામ 90 સીટોના ટ્રેન્ડ આવ્યા સામે, કોંગ્રેસ 57, ભાજપ 25 અને જનતા કોંગ્રેસ 7 સીટો પર આગળ. 

- શરૂઆતી ટ્રેન્ડને જોતા ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, આ શરૂઆતી ટ્રેન્ડ છે, અમને આશા છે કે, ભાજપ સારૂ પ્રદર્શન કરશે. 

- રાજનાંદગાંવમાં સીએમ ડો. રમનસિંહ ફરી પાછળ. કોંગ્રેસ ઉમેદવાર કરૂણા શુક્લા આગળ. 

- છત્તીસગઢમાં ભાજપ હજુ સુધી ઘણું પાછળ ચાલી રહ્યું છે. અહીં કોંગ્રેસ 56, ભાજપ 24 અને જનતા કોંગ્રેસ 6 સીટો પર આગળ ચાલી રહ્યાં છે. 

- મરવાહી વિધાનસભા સીટ પરથી જોગી પાછળ, ભાજપ-કોંગ્રેસ આગળ. 

- કોંગ્રેસ 50, ભાજપ 30, જેસીસી 5 અને અન્ય એક સીટ પર આગળ. 

- સામે આવી રહેલા શરૂઆતી ટ્રેન્ડમાં કોંગ્રેસ, ભાજપ વચ્ચે કાંટાની ટક્કર. રાજ્યમાં કોંગ્રેસ 48, ભાજપ 30, જનતા કોંગ્રેત છત્તીસગઢ 5 અને 1 સીટ પર અન્ય આગળ ચાલી રહ્યાં છે. 

- બિલાસપુરથી ભાજપના અમર અગ્રવાલ આગળ, મસ્તૂરીથી ભાજપના ડો. કૃષ્ણમૂર્તિ બાંધી, બિલ્હાથી ભાજપના ઘરમલાલ કૌશિક, કોટાથી JCCJ ડો. રેણુ જોગી આગળ, તખતપુરથી કોંગ્રેસ ડો. રશ્મિ સિંહ, બેલતરાથી ભાજપના રજનીશ સિંહ મરવાહીથી JCCJ અજીત જોગી આગળ ચાલી રહ્યાં છે...

- રાયપુરની તમામ સીટો પર કોંગ્રેસ આગળ

- રાયપુર દક્ષિણથી મંત્રી રાજેશ મૂણત પાછળ, કોંગ્રેસ ઉમેદવાર વિકાસ ઉપાધ્યાર આગળ. કરૂદથી મંત્રી અજય ચંદ્રાકાર પાછળ, લક્ષ્મીકાંત સાહૂ આગળ.. 

- ભાજપ 33, કોંગ્રેસ 44, જનતા કોંગ્રેસ છત્તીસગઢ 5 સીટો પર આગળ

- રાયપુરમાં ભાજપ 5 અને કોંગ્રેસ 8 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે દુર્ગમાં ભાજપ 2 અને કોંગ્રેસ 6 સીટો પર આગળ

- મુખ્યપ્રધાન રમણસિંહ આછળ

- છત્તીસગઢમાં ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસની સરકાર, કોંગ્રેસે બનાવી 50થી વધુ સીટો પર લીડ

- બસ્તરથી કોંગ્રેસના લખેશ્વર બઘેલ આગળ, જગદલપુરમાંથી કોંગ્રેસના રેખચંજ જૈન આગળ, જ્યારે ચિત્રકૂટથી ભાજપના લચ્છૂ રામ આગળ ચાલી રહ્યાં છે...

- રાજ્યમાં ભાજપ 27, કોંગ્રેસ 35 અને જેસીસી 3 સીટો પર આગળ

- છત્તીસગઢમાં ભાજપને પછાડી આગળ નીકળી કોંગ્રેસ

- બેલેટ પેપરની ગણતરીમાં ભાજપ 16 અને કોંગ્રેસ 13 સીટો પર આગળ

- શરૂઆતી ટ્રેન્ડમાં કોંગ્રેસ 8 અને ભાજપ 7 સીટો પર આગળ

- મહત્વનું છે કે, છત્તીસગઢમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. અધિકારીઓ પ્રમાણે મતગણતરી દરમિયાન સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. 

- છત્તીસગઢમાં પ્રથમ વલણ ભાજપના પક્ષમાં નજર આવી રહ્યું છે. 

- છત્તીસગઢમાં ચારેય સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ખૂબ આગળ ચાલી રહ્યાં છે. 

નોંધનીય છે કે, છત્તીસગઢમાં આ વખતે ભારત અને કોંગ્રેસે પોતાના 90-90 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે જનતા કોંગ્રેસ છત્તીસગઢે 55, બસપાએ 35 અને અન્યના મળીને 1263 ઉમેદવારો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી પદાધિકારી કાર્યાલયના અધિકારીઓએ જણાવ્યું કે, મતગણતી માટે 5184 ગણતરીકર્મીઓ અને 1500 માઇક્રોઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રત્યેક હોલમાં ગણતરી માટે 14 ટેબલ, રિટર્નિંગ ઓફિસર મેજ અને ડાક મતપત્રોની ગણનાની મેજ હશે. તો મતગણતરી કેન્દ્રોની આસપાસ કોઈપણ નેતા-મંત્રી અને રાજકીય પાર્ટીઓ સાથે સંબંધ રાખનાર લોકોને આવવા જવા પર પ્રતિબંધ છે. 

અધિકારીઓએ જણાવ્યું કે, મતગણતરી કેન્દ્રોમાં ત્રિસ્તરિય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં પ્રત્યેક સ્તર પર ઓળખપત્રની તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવશે. જેથી કોઈ પક્ષ ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવે છે કો કેને પૂરાવા આવી શકાય કે મતગણતરીમાં કોઈપણ પ્રકારનો પક્ષપાત કરવામાં આવ્યો નથી. અધિકારીઓ પ્રમાણે તેણે આ પગલું મતગણનામાં પારદર્શિતા બનાવી રાખવાને કારણે ઉઠાવવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે, છત્તીસગઢમાં બે ચરણમાં ચૂંટણી સંપન્ન થઈ હતી. જેમાં પ્રથમ ચરણમાં 18 સીટો માટે 12 નવેમ્બરે અને બીજા ચરણમાં 72 સીટો માટે 20 નવેમ્બરે ચૂંટણી યોજાઇ હતી. પ્રદેશમાં કુલ 1,84,80,997 મતદાતા છે જેમા 31 લાખ 80 હજાર મતદાતાઓએ પ્રથમ ચરણમાં અને બીજા ચરણમાં 1 કરોડ 53 લાખ 983 મતદાતા હતા. તેમાંથી કુલ 76.35 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 43 સીટો પર જીત નોંધાવતા સરકાર બનાવી હતી અને આ વખતે પણ ભાજપ ભારે બહુમત સાથે જીતનો દાવો કરી રહી છે. ભાજપે આ વખતે રાજ્યમાં 65+નો ટારગેટ બનાવ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news