Rajasthan election Result Live: રાજસ્થાન ચૂંટણી પરિણામ જુઓ લાઇવ

રાજસ્થાન વિધાનસભાનું ચૂંટણી પરિણામ આવી ગયું છે. જેમાં કોંગ્રેસને 99 બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે, ભારતીય જનતા પાર્ટીને 73 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

Rajasthan election Result Live: રાજસ્થાન ચૂંટણી પરિણામ જુઓ લાઇવ

નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan elections 2018)ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. તેમાં 2274 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય થશે. રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં 72.70 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચે મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તો રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ મતગણતરી પહેલા બાંસવાડામાં ત્રિપુર સુંદરી મંદિરમાં પૂજા કરવા માટે નિકળી ગયા છે.  રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે આવવાનાં છે. 200 વિધાનસભા ધરાવતી રાજસ્થાનની વિધાનસભામાં 199 સીટો પર 7 ડિસેમ્બરે મતદાન થયું હતું. જેનું પરિમાણ અને વલણ બંન્ને ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યા છે.

સવારે 8 વાગ્યાથી મતગણત્રી ચાલુ થઇ ચુકી હતી. સૌથી પહેલા બેલેટ પેપરથી થયેલા મતદાનની ગણત્રી થશે. ત્યાર બાદ વોટિંગ મશીનની ગણત્રી ચાલુ કરવામાં આવશે. રાજસ્થાનમાં છેલ્લા અનેક વર્ષોથી પ્રતિ ટર્મ સરકાર બદલવાનો રિવાજ છે. જે આ વખતે તુટશે કે યથાવત્ત રહેશે તે જોવું રહ્યું. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથીચાલુ થઇ ચુકી છે. જેમાં 2274 ઉમેદવારોનું ભવિષ્ય આજે નક્કી થવાનું છે. શરૂઆતી વલણમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. જયપુરના સિવિલ લાઇન્સમાં કોંગ્રેસે પણ શરૂઆતી વલણમાં આગળ જોવા મળી રહ્યું છે. ટોંકથી કોંગ્રેસના સચિન પાયલોટ આગળ ચાલી રહ્યા છે. 

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
     
પક્ષ લીડ જીત
     
ભાજપ 71 00
કોંગ્રેસ 103 00
અપક્ષ 25 00

શરૂવાતી વલણમાં 110 સીટોમાંથી 65 સીટો પર કોંગ્રેસ અને 43 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ટોંકથી કોંગ્રેસના સચિન પાયલોટ આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ઝાલરાપાટન સીટ પરથી આગળ ચાલી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ મતગણતરી પુર્વ બાંસવાડામાં ત્રિપુર સુંદરી મંદિરમાં પુજા અર્ચના કરી હતી. ભાજપ પોતાનાં તમામ ઉમેદવારોને જણાવ્યું છે કે, તેઓ જેવા જીતે તેવા તુરંત જયપુર પહોંચે.- ભાજપની છલાંગ 72 સીટો પર આગળ 09:32 AM 11-12-2018
- 94 પર કોંગ્રેસ અને 65 સીટો પર ભાજપ આગળ 09:27 AM 11-12-2018
- હજી પરિણામો પલટાઇ જશે 09:10 AM 11-12-2018
- વસુંધરા રાજે, સચિય પાયલટ, અશોક ગહલોત આગળ 09:53 AM 11-12-2018 
- શેખાવટીની ધોદ સીટમાં કોંગ્રેસનાં પરસરામ મોરદિયા ાશરે 45 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. તેમની સામે ભાજપનાં હાલનાં ધારાસભ્ય ગોરધન વર્મા છે. 08:46 AM 11-12-2018
- ઝાલરપાટનથી ભાજપનાં દિગ્ગજ નેતા રહેલા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ પાછળ રહી ગયા છે. જ્યારે તેમની સામે પ્રદેશના મુખ્યમંત્રી વસુંધરા રાજે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિંહ હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમણે શિવ વિધાનસભા સીટના બદલે રાજેની સામે ઉતાર્યા હતા.
- સાડા 9 વાગ્યા સુધી કોંગ્રેસ 94 સીટો પર આગળ હતી. જો કે હવે કોંગ્રેસ 90 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 65માંથી 72 સીટો પર આગળ નિકળી ગઇ હતી.
- કોંગ્રેસ સતત વિજય તરફ આગળ વધી રહ્યું છે અને હવે કોંગ્રેસે 108 સીટો પર શરૂઆતી વલણમાં સ્પષ્ટ રીતે આગળ વધી રહી છે. જ્યારે ભાજપ 76 સીટો પર આગળ છે 10:07 AM 11-12-2018
- ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની કોર ગ્રુપની બેઠક બોલાવી 10:18 AM 11-12-2018
- સીકરનાં નીમના થાના સીટ પરથી કોંગ્રેસનાં સુરેશ મોદી આગળ ચાલી રહ્યા છે. બીજા સ્થાન પર પ્રેમ સિંહ બાજોર છે, તેમની ગણત્રી પ્રદેશનાં સૌથી અમીર ધારાસભ્યમાં થાય છે.  10:17 AM 11-12-2018
- પ્રદેશની તમામ સીટો પર વલણ સ્પષ્ટ થઇ ચુક્યું છે, જેમાં 114 સીટો પર કોંગ્રેસ અને ભાજપ 81 સીટો પર આગળ છે. બીજી તરફ 4 સીટો પર અન્ય ઉમેદવારો હાલ આગળ વધી રહ્યા છે. 10:59 AM 11-12-2018
- હાલ વલણમાં સતત પરિવર્તન થઇ રહ્યા છે. હવે ભાજપ લીડિંગ સીટમાં વધારો થઇ ચુક્યો છે. પહેલા 81 સીટ પર આગળ ચાલી રહેલ ભાજપ હવે 89 સીટો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 106 સીટો પર આગળ છે. 11:18 AM 11-12-2018
- પુર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે, મુખ્યમંત્રી મુદ્દે કંઇ પણ કહેવું હાલ ઉતાવળ કહેવાશે. રાહુલ ગાંધીની મહેનત છે સાથે જ ગહલોતે આશ્વસ્ત કર્યા કે પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે. 11:24 AM 11-12-2018
- કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પૈકીના એક રામેશ્વર ડૂડી અને સીપી જોશી (નાથદ્વારા) પાછળ ચાલી રહ્યા છે. 11:24 AM 11-12-2018
- વલણોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાનું જોઇને સચિન પાયલોટે કહ્યું કે, રાજસ્થાનમાં પૂર્ણ બહુમતથી સરકાર બનશે અને તેમણે આશિર્વાદ માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ પાયલોટે કહ્યું કે, મુખ્યમંત્રી પદ પર નિર્ણય હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવશે. અમે રાહુલનાં નેતૃત્વમાં 5 વર્ષ કામ કર્યું છે અને આ એક રાહુલજી માટેની ગીફ્ટ છે. 11:34 AM 11-12-2018
- અશોક ગહલોતનું કહેવું છે કે જો અપક્ષ અમારી સાથે આવે તો સ્વાગત અને બહુમતી થવામાં બિન ભાજપ દળોનું સ્વાગત કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે, ભાજપે મુદ્દાઓ વગર મુદ્દાએ ચૂંટણી લડી અને રાજસ્થાનમાં કોંગ્રેસને જનાદેશ મળ્યો.
- આ વખતે રાજસ્થાનમાં અન્ય પણ નિર્ણાયક ભુમિકામાં જોવા મળી રહ્યા છે. આ ઉમેદવારોમાં કિશનગઢનાં સુરેશ ટાક (અપક્ષ), ખંડેલાથી મહાદેવ સિંહ ખંડેલા, ખીવસરથી હનુમાનબેનિવાલ, ગંગાપુરથી રામકેશ, થાનાગાજીથી કાન્તિ પ્રસાદ, દુદુથી બાબુલાલ નાગર, નગરથી વાજિબ અલી, ફલૌદીથી કુમ્ભસિંહ, બસ્સીથી લક્ષ્મણ મીણા, બહરોડથી બલજીત યાદવ, ભરતપુરથી દલવીર સિંહ, ભાદરાથી બલવાન પૂનિયા, ભોપાલગઢથી પુખરાજ, મેડતાથી ઇન્દિરા દેવી, શ્રીડૂંગરગઢથી ગિરધારીલાલ, સિરોહીથી સંયમ લોઢા નામનો સમાવેશ થાય છે. 
- પ્રદેશમાં વલણ ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. 114 સીટો પર આગળ ચાલી રહેલી કોંગ્રેસ હવે 92 સીટો પર આગળ છે અને ભાજપ 82 સીટો પર આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ અન્ય ઉમેદવારો 24 સીટો પર પર આગળ છે. 12:28 PM 11-12-2018
- પ્રદેશમાં મળી રહેલ પ્રારંભિક વલણની બહુમતીને જોતા કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોનાં દળની બેઠક બોલાવવામાં આવશે, જેમાં મુખ્યમંત્રીનાં નામ અંગે પણ ચર્ચા થઇ શકે છે. 12:56 PM 11-12-2018
- અત્યાર સુધીનાં વલણમાં કોંગ્રેસે ફરી એકવાર 100નાં જાદુઇ આંકડાને પાર કરી લીધો છે. એટલે કે કોંગ્રેસ પાસે ફરી એકવાર સ્પષ્ટ બહુમતી છે. જેથી તે સરકાર બનાવવાની સ્થિતીમાં છે. 
- હાલનાં વલણમાં કોંગ્રેસની લીડ વધી છે અને હવે તેનાં ખાતામાં 99 સીટો જતી જોઇ શકાય છે. ભાજપનો આંકડો હવે ઘટીને 77 થઇ ચુક્યો છે. 
- હાલનાં વલણો અનુસાર કોંગ્રેસ બહુમતીથી માત્ર 4 પગલા દુર છે. ભાજપ 80 સીટો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે 23 સીટો પર અન્ય ઉમેદવારો આગળ વધી રહ્યા છે. 
- ભારતીય જનતા પાર્ટીનાં એખ ઉમેદવારે જીતથી ખાતુ ખોલ્યું છે. 
- ચૂંટણી પંચના હાલનાં આંકડાઓ અનુસાર કોંગ્રેસને 39 ટકા, ભાજપને 38.4 ટકા, અપક્ષને 9.7 ટકા, બસપાને 4.2 ટકા, સીપીએમને 1.3 ટકા, આરએલડી 0.3 ટકા મત પ્રાપ્ત થયા છે. 

તો જયપુરમાં 19 વિધાનસભા સીટોની મતગણતરી કોમર્સ અને રાજસ્થાન કોલેજમાં થશે. જયપુરમાં 4  હજાર કર્મચારી 220 ટેબલ મત ગણતરી કરશે. આકરી સુરક્ષા વચ્ચે કોમર્સ કોલેજમાં 220 ટેબલો પર અને  રાજસ્થાન કોલેજમાં 9 સીટોની મતગણતરી થશે. તમામ સીટો માટે મતગણના 220 ટેબલો પર 411  રાઉન્ડમાં પૂર્ણ કરશે. તેમાં સૌથી વધુ 27 રાઉન્ડ દૂદ અને સૌથી ઓછા હવામહેલ સીટ પર 16 રાઉન્ડ હશે. 

જયપુર સિવાય અન્ય જિલ્લામાં પણ આયોગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મહત્વનું છે  કે, પ્રદેશમાં કુલ 33 જિલ્લામાં 199 સીટો પર મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશની રામગઢ સીટ પર  બીએસપી ઉમેદવાર લક્ષ્મણ સિંહનું અચાનક નિધન બાદ અહીં મતદાનને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.  જેના કારણે પ્રદેશની 199 સીટો પર મતદાન થયું હતું. 

એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં કોંગ્રેલને લીડ મળતી નજરે પડી રહી છે. જેના કારણે કોંગ્રેસમાં ખૂબ  ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ભાજપે એક્ઝિટ બોલને નકારી દીધો છે અને સીએમ વસુંધરા રાજેનું કહેવું છે  કે પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે. 

મહત્વનું છે કે, 7 ડિસેમ્બરે મતદાન દરમિયાન વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના લોકોને મતદાન કરવાની  અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, રાજસ્થાનમાં આજે (7 ડિસેમ્બર) મતદાનનો દિવસ છે.  રાજ્યના તમામ મતદાતાઓને મારો આગ્રહ છે કે, તે પૂરા ઉત્સાહની સાથે લોકતંત્રના મહાપર્વમાં અવશ્ય  ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news