Cheapest Petrol In India: ભારતના આ શહેરમાં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, સૌથી મોંઘુ ક્યાં મળે છે તે પણ જાણો

Cheapest Petrol In India: દેશભરમાં જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવે લોકોના ઘરના બજેટ ખોરવી નાખ્યા છે ત્યાં ભારતમાં એક શહેર એવું પણ છે જ્યાં પેટ્રોલના ભાવ લોકોને થોડી રાહત આપનારા છે.

Cheapest Petrol In India: ભારતના આ શહેરમાં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, સૌથી મોંઘુ ક્યાં મળે છે તે પણ જાણો

Cheapest Petrol In India: દેશભરમાં જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવે લોકોના ઘરના બજેટ ખોરવી નાખ્યા છે ત્યાં ભારતમાં એક શહેર એવું પણ છે જ્યાં પેટ્રોલના ભાવ લોકોને થોડી રાહત આપનારા છે. ઓઈલ કંપનીઓએ લગભગ 2 અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. હાલ ભારતમાં સૌથી સસ્તું જો પેટ્રોલ મળતું હોય તો તે ક્યાં? અને સૌથી મોંઘુ પેટ્રોલ ક્યાં વેચાય છે? જાણો આ સવાલના જવાબ....

હાલ ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં વેચાઈ રહ્યું છે. જ્યાં એક લીટર પેટ્રોલનો ભાવ 91.45 રૂપિયા છે. બીજી બાજુ મહારાષ્ટ્રના પરભણીમાં ભારતનું સૌથી મોંઘુ પેટ્રોલ વેચાઈ રહ્યું છે. જ્યાં એક લીટર પેટ્રોલના ભાવ 123.47 રૂપિયા છે. દિલ્હીની વાત કરીએ તો સોમવારે ત્યાં એક લીટર પેટ્રોલનો ભાવ 105.41 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 120.51 રૂપિયા પ્રતિ લીટર છે. 

ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં 96.67 રૂપિયે પ્રતિ લીટર ડીઝલ વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં 104.77 રૂપિયે પ્રતિ લીટર થયું છે. કોલકાતામાં પેટ્રોલનો  ભાવ 115.12 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. જ્યારે ડીઝલ 99.83 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ક્રમશ: પ્રતિ લીટર 110.85 રૂપિયા અને 100.94 રૂપિયા છે. અત્રે જણાવવાનું કે રાજ્ય સંચાલિત ઈંધણ વિક્રેતા કંપનીઓએ 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. આ અગાઉ 14 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જેમાંથી તેના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો થઈ ચૂક્યો છે. 

સરકારે વધારા બદલ આ કારણ જણાવ્યા
કેન્દ્ર સરકારે જણાવ્યું કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલના ભાવમાં મસમોટો વધારો થવાના પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઓઈલના ભાવ ઓછા થતા ભારતમાં ઈંધણના ભાવ ઘટ્યા નથી. પેટ્રોલ-ડીઝલ જ નહીં ભારતમાં સીએનજીના ભાવ પણ વધારવામાં આવ્યા છે અને દિલ્હી-મુંબઈના વાહન ચાલકોને હવે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પણ મોંઘો મળવા લાગ્યો છે. નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સામાન્ય લોકો માટે હવે મોટી સમસ્યા બની ચૂક્યા છે. આવામાં સરકારે અત્યાર સુધી તેના પર લાગેલા ટેક્સમાં કોઈ રાહત આપતી જાહેરાત કરી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news