ફરી કોરોના બગાડશે IPLની બાજી! દિલ્લીની આખી ટીમ ક્વોરન્ટીન, ટીમના બે સભ્યો આવ્યા પોઝિટિવ

હાલ આઈપીએલમાં રિષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સમાં કોરોનાનો બીજો કેસ સામે આવ્યો છે. 3 દિવસ અગાઉ દિલ્લી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક કોરોના સંક્રમિત થતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર પછી ટીમે બેંગ્લોર સામે મેચ પણ રમી પરંતુ આજે મીડિયા રિપોર્ટ્સના આધારે અન્ય એક ખેલાડી પણ પોઝિટિવ આવ્યો છે.

ફરી કોરોના બગાડશે IPLની બાજી! દિલ્લીની આખી ટીમ ક્વોરન્ટીન, ટીમના બે સભ્યો આવ્યા પોઝિટિવ

નવી દિલ્લીઃ ફરી એકવાર આઈપીએલ પર મંડરાઈ રહ્યું છે કોરોનાનું સંકટ. જી હાં, આ વખતે પણ કોરોનાનો વાયરસ બગાડી શકે છે આઈપીએલની બાજી. હાલમાં જ મળતા સમાચાર મુજબ દિલ્લીની ટીમના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આયોજકો સહિત સમગ્ર આઈપીએલ કાઉન્સીલમાં ખળભળાટ મચી ગયો છે. કારણકે, હવે ફરી એકવાર આઈપીએલની આયોજન કોઈ વિગ્ન વિના પાર પડે એ અઘરું બની ગયું છે. યુવા રિષભ પંતની કેપ્ટનશીપમાં રમી રહેલી દિલ્લીની ટીમના ફિઝિયો અને એક ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. એ જ કારણ છેકે, કોરોના વાયરસના સંક્રમણની દહેશતને પગલે આઈપીએલની સમગ્ર દિલ્લી ની ટીમ ક્વોરન્ટીન કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, પોઈન્ટ ટેબલમાં IPL 2022માં દિલ્હીની ટીમ 5માંથી 2 જ મેચ જીતી છે.

હાલ આઈપીએલમાં રિષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સમાં કોરોનાનો બીજો કેસ સામે આવ્યો છે. 3 દિવસ અગાઉ દિલ્લી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક કોરોના સંક્રમિત થતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર પછી ટીમે બેંગ્લોર સામે મેચ પણ રમી પરંતુ આજે મીડિયા રિપોર્ટ્સના આધારે અન્ય એક ખેલાડી પણ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે આઈપીએલ કાઉન્સીલના આદેશાનુસાર હવે દિલ્હી કેપિટલ્સ ટીમના તમામ સભ્યોને હોટલમાં ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. 

ફિઝિયો સહિત ટીમના બે સભ્યો કોરોનાથી સંક્રમિત થતા ભયનો માહોલ ઉભો થયો છે. એ જ કારણ છેકે, દિલ્લી કેપિટલ્સના બધા જ ખેલાડીઓને બે દિવસ સુધી હોટલમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ બે દિવસ દરમિયાન દિલ્લી કેપિટલ્સ ટીમના બધા સભ્યો, ખેલાડી અને સપોર્ટ સ્ટાફ સહિત સૌ કોઈનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોનાનો રિપોર્ટ આવ્યા પછી જ આગળ આ ટીમની સફર અંગે નિર્ણય લેવાઈ શકે છે. આ કારણે 20 એપ્રિલે દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચ પણ સ્થગિત થઈ શકે છે. દિલ્હીના જે ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તે પુણે જશે અને જો કોરોના કેસ વધશે તો મેચ મોકૂફ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે, દિલ્હીની ટીમ આજે મુંબઈથી પુણે જવા રવાના થવાની હતી, કારણ કે તેણે 20 એપ્રિલે પંજાબ સામે મેચ રમવાની છે. પરંતુ કોરોનાનો બીજો કેસ સામે આવતાં તમામ ખેલાડીઓને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. 20 એપ્રિલના રોજ પંજાબ સામે દિલ્લીની આગામી મેચ પુણે ખાતે રમાનાર છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં દિલ્હીના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે આ ખેલાડીનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ જ કોરોના કેસની પુષ્ટિ થશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરનો રિપોર્ટ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી સ્ટાફના અન્ય એક સભ્યમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ RTPCR ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news