દેશનાં આ હિસ્સામાં મળે છે સૌથી સસ્તું ડીઝલ-પેટ્રોલ, કિંમત જાણી ચોંકી ઉઠશો !

દેશનાં અન્ય હિસ્સાઓની તુલનાએ આ હિસ્સામાં 20 રૂપિયા સુધી સસ્તા ડિઝલ અને પેટ્રોલ મળી રહ્યા છે

દેશનાં આ હિસ્સામાં મળે છે સૌથી સસ્તું ડીઝલ-પેટ્રોલ, કિંમત જાણી ચોંકી ઉઠશો !

નવી દિલ્હી : સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પ્રતિદિન રેકોર્ડ સ્તર પહોંચી રહ્યા છે. આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમતો 90 રૂપિયા પ્રતિ લિટરના સ્તર પર પહોંચવા જઇ રહી છે તો રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 80 રૂપિયાનું સ્તર તોડી ચુક્યું છે. એવામાં દેશનો એક એવો હિસ્સો પણ છે જ્યાં આખા દેશનાં પેટ્રોલની તુલનાએ અડધીી કિંમતમાં પેટ્રોલ મળી રહ્યું છે. ભારતનાં આ હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અકલ્પનીય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અડધો અડધ રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા લગાવાતો ટેક્સ હોય છે. આ જ કારણ છે કે મુંબઇમાં પેટ્રોલ 90 રૂપિયાનાં સ્તર પર પહોંચે તેવી શક્યતા છે. 

જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમતનું ગણીત
પેટ્રોલ અને ડીઝલની વાસ્તવિક કિંમત તે ગણાય છે જેના પર દેશની તેલ કંપનીઓ પેટ્રોલને પંપ સુધી પહોંચાડે છે. શુક્રવારે મોડી રાત્રે દેશની સૌથી મોટી પેટ્રોલ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન પેટ્રોલ પંપોને 39.21 રૂપિયા પ્રતિલિટરનાં દરથી પેટ્રોલ વેચી રહી છે. આ કિંમતમાં વેટ અને એક્સાઇઝ ડ્યૂટીનો સમાવેશ થતો નથી અને આ વેચાણ પર સામાન્ય માણસ પેટ્રોલ પંપ પર એક લીટર પેટ્રોલ માટે દિલ્હીમાં 80 રૂપિયા ચુકવી રહ્યો છે. 

વેટ અને એક્સાઇઝ
પેટ્રોલની વાસ્તવિક કિંમત પર 19.48 રૂપિયા એખ્સાઇઝ ડ્યુટી તરીકે જોડવામાં આવે છે. જ્યારે ડીઝલ પર 15.33 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી સાથે જોડવામાં આવે છે. આ ડ્યૂટી કેન્દ્ર સરકારની કમાણીનો હિસ્સો બને છે. તે ઉપરાંત પ્રત્યેક રાજ્યમાં અલગ-અલગ દરથી વેટ વસુલવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મુંબઇમાં જ્યાં પેટ્રોલની વાસ્તવીક કિંમત 39.12 ટકા વેટ વસુલાય છે જ્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પર 27 ટકા વેટ લગાવવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે જ્યાં દેશમાં સૌથી વધારે 39.12 ટકા વેટ મહારાષ્ટ્રમાં વસુલવામાં આવે છે. જ્યારે અંડમાન નિકોબારમાં માત્ર 6 ટકા વેટ વસુલવામાં આવે છે.અંડમાન- નિકોબારમાં 19.48 રૂપિયા સેન્ટ્રલ એક્સાઇજના કારણે શુક્રવારે પેટ્રોલની કિંમત 68.90 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે અંડમાન નિકોબારમાં ડીઝલ પર 15.33 રૂપિયા સેન્ટ્રલ એક્સાઇઝની સાથે 6 ટકા વેટ વસુલવામાં આવે છે. જેનાં કારણે શુક્રવારે એક લીટર ડીઝલની કિંમત 67.47 પ્રતિ લીટર છે.  જેથી સ્પષ્ટ છે કે માત્ર 6 ટકા વેટના કારણે આ કેન્દ્ર શાસિત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ દેશનાં અન્ય હિસ્સાઓની તુલનાએ 20 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછા ભાવમાં મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news