7મું પગાર પંચ: આ સરકારી કર્મચારીઓને ડબલ ફાયદો, પગાર ઉપરાંત 2 વર્ષનું એરિયર
કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7માં પગાર પંચની ભલામણનાં આધારે વધીને સેલેરી મળી રહી છે પરંતુ આ કર્મચારીઓને તો એરિયર્સ પણ મળશે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને 7માં પગારપંચની ભલામણના આધારે વધેલી સેલેરી મળી રહી છે. જો કે તેમની માંગ વધારે સેલેરીની છે. લઘુતમ બેઝીક સેલેરી 18000 રૂપિયાથી વધારીને 26 હજાર રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ ઘણા રાજ્ય સરકારે પોતાનાં ત્યાં 7માં પગાર પંચને લાગુ કરવાનું ચાલુ કરી દીધું છે. યૂપીમાં સ્ટેટ યૂનિવર્સિટીમાં આ ભલામણને લાગુ કરી દેવામાં આવ્યા બાદ મધ્યપ્રદેશ સરકારે પણ તેના અમલની જાહેરાત કરી છે.
મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે, તે અગાઉ રાજ્યની ભાજપ સરકારે સરકારી કર્મચારીઓને 7માં પગાર પંચને લાગુ કરીને મોટી ગીફ્ટ આપી છે. આ વધારો 1 જાન્યુઆરી, 2016થી માનવામાં આવશે.
કર્મચારીઓને 32 મહિનાનું એરિયર મળશે.
અમારી સહયોગી વેબસાઇટ DNAનાં અનુસાર મધ્યપ્રદેશનાં કર્મચારીઓને 32 મહિનાનું એરિયર મળશે. મધ્યપ્રદેશનાં પબ્લિક રિલેશન ઓફીસર નરોત્તમ મિશ્રએ જણાવ્યું કે મધ્યપ્રદેશ સરકારે તમામ રાજ્ય સરકાર દ્વારા ચાલતી કોલેજના શિક્ષકોને નવા પગારપંચના ફાયદા આપવાનો નિર્ધાર કર્યો છે. વધેલી સેલેરીની રકમ તેમનાં જીપીએફ ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
યુપીમાં શિક્ષકોનાં પગારમાં 35 હજાર જેટલો વધારો થશે.
અગાઉ યુપીમાં ટીચર્સ ડેનાં દિવસે શિક્ષકો અને પ્રોફેસરનાં પગાર વધારાની જાહેરાત થઇ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ભાજપ સરકારે શિક્ષકો અને પ્રોફેસર માટે 7માં પગારપંચને લાગુ કરવાને મંજુરી આપી દીધી છે. આ નવુ પગારધોરણ સ્ટેટ યુનિવર્સિટી અને શાળાઓમાં લાગુ થશે. જેના પગલે શિક્ષકોનાં પગારમાં 15 હજારતી 35 હજાર રૂપિયા સુધીનો વધારો થશે. જો કે તેના કારણે સરકારી ખજાના પર 921.54 કરોડ રૂપિયાનો બોઝ વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે