ભારતીયો માટે ઐતિહાસિક ક્ષણ, ઈસરોના ચંદ્રયાન-3એ ચંદ્ર પર કર્યું સોફ્ટ લેન્ડિંગ

ISRO એ ચંદ્ર પર તિરંગો લહેવારી દીધો છે. ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરી દીધુ છે. ઈસરોની આ સફળતા પર સમગ્ર દેશને ગર્વની ક્ષણ આપી છે. 

ભારતીયો માટે ઐતિહાસિક ક્ષણ, ઈસરોના ચંદ્રયાન-3એ ચંદ્ર પર કર્યું સોફ્ટ લેન્ડિંગ

નવી દિલ્હીઃ કરોડો ભારતીયો માટે આજે ખુશીનો દિવસ આવી ગયો છે. ઈસરોના ચંદ્રયાન-3 મિશને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે. આ સાથે ભારતીય ઈસરોએ વિશ્વમાં સૌથી મોટો ઈતિહાસ રચી લીધો છે. આજનો દિવસ ભારતીય અંતરિક્ષના ઈતિહાસમાં ઐતિહાસિક બની ગયો છે. ઈસરો ચીફ એસ સોમનાથે જાહેરાત કરી છે કે ઈસરોનું ચંદ્રયાન-3 મિશને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે. 

ભારતે રચ્યો ઈતિહાસ
ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે. આ સફળતા હાસિલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની ચુક્યો છે. 140 કરોડ લોકોની પ્રાર્થના અને ઈસરોના 16.5 હજાર વૈજ્ઞ્નિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. હવે દુનિયા જ નહીં ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં છે. 

ચાડા ચાર વર્ષથી ઈસરોના વૈજ્ઞાનિકો જે મહેનત કરી રહ્યાં હતા, તે પૂર્ણ થઈ ચુકી છે. ભારતનું નામ હવે દુનિયાના તે ચાર દેશોમાં જોડાઈ ગયું છે, જે સોફ્ટ લેન્ડિંગમાં એક્સપર્ટ છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પાછળ વૈજ્ઞાનિકોની મહેનતની સાથે દેશના કરોડો લોકોની પ્રાર્થના કામ કરી ગઈ છે. 

— ANI (@ANI) August 23, 2023

ચંદ્રયાન-3 વિશે ખાસ વાતો
ચંદ્રયાન-3 ઈસરોના ચંદ્રયાન-2 બાદનું મિશન છે અને તેનો ઈરાદો ચંદ્રમાની સપાટી પર સુરક્ષિત તથા સોફ્ટ લેન્ડિંગને દેખાડવાનો, ચંદ્રમા પર ભ્રમણ કરવું અને તે જગ્યાએથી વૈજ્ઞાનિક પ્રયોગ કરવાનો છે.

ચંદ્રયાન-2 મિશન 8 સપ્ટેમ્બર 2019ના ચંદ્રમા પર ઉતરવાની પ્રક્રિયા દરમિયાન તે સમયે અસફળ થઈ ગયું હતું, જ્યારે લેન્ડર વિક્રમ બ્રેક સંબંધી સિસ્ટમમાં ગડબડી હોવાને કારણે ચંદ્રમાની સપાટી સાથે ટકરાઈ ગયું હતું. 

ચંદ્રયાન-3માં ત્રણ ભાગ છે: લેન્ડર મોડ્યુલ (LM),પ્રોપલ્શન મોડ્યુલ (PM) અને રોવર. લેન્ડરમાં ચંદ્રની સપાટી પર સંશોધન હાથ ધરવા માટે નિયુક્ત ચંદ્ર સ્થળ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની અને રોવરને તૈનાત કરવાની ક્ષમતા છે.

લેન્ડર અને રોવર પાસે ચંદ્રની સપાટી પર પ્રયોગો કરવા માટે વૈજ્ઞાનિક પેલોડ છે. પ્રોપલ્શન મોડ્યુલનું મુખ્ય કાર્ય લેન્ડર મોડ્યુલને લોન્ચ વ્હીકલ ઈન્જેક્શનથી લઈને અંતિમ ચંદ્ર 100 કિમીની ગોળાકાર ધ્રુવીય ભ્રમણકક્ષામાં લઈ જવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news