સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પોસ્ટર વિવાદ; રૂપિયા પાછા મેળવવા અજમાવાયો નવો કીમિયો, ફટાફટ પૈસા આવી ગયા!

સુરત કાપડ માર્કેટમાં અનારનવાર પાર્ટીના ઉઠમણા અને પેમેન્ટ ફસાવાની ઘટનામાં સ્થાનિક વેપારીઓના કરોડો રૂપિયા સલવાઇ ગયા છે. સુરતથી માલ ખરીદ્યા બાદ અન્ય રાજ્યોના કેટલાક વેપારીઓ ઉઠમણું કરે છે અથવા તો પેમેન્ટ જ નથી કરતા.

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પોસ્ટર વિવાદ; રૂપિયા પાછા મેળવવા અજમાવાયો નવો કીમિયો, ફટાફટ પૈસા આવી ગયા!

ચેતન પટેલ/સુરત: ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારીઓને ચૂનો ચોપડી ભાગી છૂટનારાઓના ચીટરોના ફોટા માર્કેટોમાં ચોંટાડી રૂપિયા પાછા મેળવવાનાનો નવો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે. પોસ્ટર લગાડતાની સાથે જ ચીટર રૂપિયા પાછા આપવા તૈયાર થયો હોવાની માહિતી મળી છે. 

સુરત કાપડ માર્કેટમાં અનારનવાર પાર્ટીના ઉઠમણા અને પેમેન્ટ ફસાવાની ઘટનામાં સ્થાનિક વેપારીઓના કરોડો રૂપિયા સલવાઇ ગયા છે. સુરતથી માલ ખરીદ્યા બાદ અન્ય રાજ્યોના કેટલાક વેપારીઓ ઉઠમણું કરે છે અથવા તો પેમેન્ટ જ નથી કરતા. આવા વેપારીઓને પાઠ ભણાવવા માટે સુરતના વેપારીઓએ નવી તરકીબ અજમાવી છે. અત્યાર સુધી વેપારીઓ સોશિયલ મીડિયા ગ્રૂપમાં ચીટર વેપારીઓના નામ અને પેમેન્ટ કેટલા સમયથી નથી કરતો તેની વિગત મૂકતા હતા, પરંતુ હાલમાં જ જય શ્રી રામ માર્કેટમાં લાંબા સમયથી પેમેન્ટ નહીં કરનારા વેપારીઓના ચોટાડવામાં આવેલા ફોટો સોશ્યલ મીડીયામાં વાયરલ થઇ રહ્યો છે.

કોરોના બાદ કાપડ માર્કેટમાં ચીટિંગના કેસોમાં વધારો થયો છે. અન્ય રાજ્યોમાં વેચેલા માલનું પેમેન્ટ જે ૯૦ દિવસમાં થવું જોઇએ તે છ મહિના સુધી વેપારીઓ ચૂકવતા નથી. અહીંના વેપારીઓ જો પેમેન્ટ માટે ઉઘરાણી કરે તો ત્યાંથી માલ પરત મોકલી આપે છે. આવી તમામ પરિસ્થિતિઓમાં સુરતના વેપારીઓ માટે હાલના સંજોગોમાં વેપાર કરવો મુશ્કેલરૂપ બન્યું છે. ખાસ કરીને નાના વેપારીઓ માટે નાણાભીડની પરિસ્થિતિ સર્જાય છે. 

આટલું ઓછું હોય તેમ વેપારીઓને લીધે પણ સુરતના વેપારીઓ માટે અસ્તિત્વનું જોખમ સર્જાયું છે. કેટલાક ચીટર એજન્ટો સાથે મળી અન્ય રાજ્યોના વેપારીઓ માલ ખરીદ્યા બાદ પેમેન્ટ કરતા જ નથી. થોડા મહિનાઓ સુધી ગાયબ રહ્યા બાદ ફરીથી નવા નામ સાથે બીજા વેપારીઓથી માલ ખરીદીને વેપાર કરવા લાગે છે. આ ખૂબ સામાન્ય બની ગયું છે. 

સુરતના વેપારીઓ પોલીસમાં ફરિયાદ કરે તો પણ તેમાં કાર્યવાહીમાં સમય વીતી જાય છે. જેને પગલે કેટલાક વેપારીઓએ પેમેન્ટ નહીં કરનારા વેપારીઓ બીજા કોઇને નહીં છેતરે તે માટે ચાર વેપારીઓના ફોટો ચોંટાડવામાં આવ્યા છે. આ તમામ વેપારીઓ અન્ય રાજ્યોમાંથી છે અને પેમેન્ટ નથી કરી રહ્યા તેવું લખવામાં આવ્યું છે. આ ફોટો વેપારીઓમાં વાયરલ થઇ રહ્યા છે.કાપડ વ્યાપારીઓ આ મોડ્સ ઓપરેન્ડી આગળ પણ અજમાવી રૂપિયા પાછા મેળવવા પ્રયાસ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news