Chandra Grahan 2021: ગ્રહણ તો પુરું થયું, પરંતુ 15 દિવસ સુધી આ 6 રાશિઓના જાતકો સાવધાન
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહ પુરું થાય તેના 15 દિવસ સુધી તેની નકારાત્મક અસર રહે છે. તેના કારણે લોકોની જિંદગીમાં મોટી ઉથલ પાથલ જોવા મળે છે. 19 નવેમ્બરે થયેલા ચંદ્રગ્રહણની અસર અડધો અડદ રાશિઓ પર પોતાની નકારાત્મક અસર આગામી 15 દિવસ સુધી જોવા મળશે.
Trending Photos
નવી દિલ્હી: વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021) ગઈકાલે (શુક્રવાર) પુરું થઈ ચૂક્યું છે. તેની તમામ રાશિઓ પર સારી અને ખરાબ અસર પડી રહી છે. ગ્રહણની ખરાબ અસરથી બચવા માટે લોકોએ હજુ 15 દિવસ સુધી સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહ પુરું થાય તેના 15 દિવસ સુધી તેની નકારાત્મક અસર રહે છે. તેના કારણે લોકોની જિંદગીમાં મોટી ઉથલ પાથલ જોવા મળે છે. 19 નવેમ્બરે થયેલા ચંદ્રગ્રહણની અસર અડધો અડદ રાશિઓ પર પોતાની નકારાત્મક અસર આગામી 15 દિવસ સુધી જોવા મળશે. જેના કારણે આ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ.
આ રાશિવાળા સાવધાન રહેજો
મેષ (Aries): ચંદ્રગ્રહણ પછી પણ મેષ રાશિના જાતકોની જિંદગીમાં પૈસાને લઈને સમસ્યા ઉદભવી શકે છે. સંબંધોના મામલે પણ સંભાળીને રહેજો, તણાવ રહેશે, સૌથી વધુ પાણી પીઓ અને મેડિટેશન કરો.
વૃષણ (Taurus): ચંદ્રગ્રહણ વૃષણ રાશિમાં થયું હતું. જેના કારણે આ રાશિના જાતકોએ સૌથી વધુ સંભાળીને રહેવું પડશે. આગામી 15 દિવસો સુધી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કોઈને લઈને વધારે ઝનૂની ન બનો.
મિથુન (Gemini): આ રાશિના જાતકોને હાલના સમયમાં મહેનતનો પુરો જશ નહીં મળે. બનતા કામ પણ અટકતા જોવા મળશે. બજેટ જોઈને ખર્ચ કરજો..
તુલા (Libra): આ રાશિના જાતકો પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, મોટી દુર્ઘટના બની શકે છે, જેના કારણે સંભાળીને રહેજો. કોઈ કારણસર નિરાશાનો ભાવ રહશે. સંબંધોમાં ગેરસમજ અથવા શંકાઓથી બચજો.
વૃશ્વિક (Scorpio): ધન હાનિ થઈ શકે છે. સંપત્તિ સંબંધી કોઈ સમસ્યા સર્જાઈ શકે છે. પાર્ટનરશિપમાં સંભાળીને રહેજો. ફેમિલી લાઈફમાં સમસ્યા આવી શકે છે. માનહાનિ થઈ શકે છે. રોકાણ ના કરતા.
કુંભ (Aquarius): તણાવ વધશે. વ્યવસ્તતા વધશે. જગ્યા પરિવર્તન થઈ શકે છે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ કારણસર કામમાં મુશ્કેલી આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે