LoC પર ભારતીય સેનાએ પાકિસ્તાનનો ખુડદો બોલાવ્યો, PAK ચોકીઓ નષ્ટ કરી, અનેક સૈનિકો ઠાર
કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય મંચ પર બરાબર ધોલાઈ થયા બાદ હવે ધૂંધવાયેલા પાકિસ્તાને નાપાક હરકતો વધારી દીધી છે. શનિવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટર અને મેંઢરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો. પાકિસ્તાનની સેના તરફથી બંને સેક્ટરમાં મોર્ટાર છોડવામાં આવ્યાં. જેમાં નૌશેરા સેક્ટરમાં લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થઈ ગયાં.
Trending Photos
નવી દિલ્હી: કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય મંચ પર બરાબર ધોલાઈ થયા બાદ હવે ધૂંધવાયેલા પાકિસ્તાને નાપાક હરકતો વધારી દીધી છે. શનિવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટર અને મેંઢરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો. પાકિસ્તાનની સેના તરફથી બંને સેક્ટરમાં મોર્ટાર છોડવામાં આવ્યાં. જેમાં નૌશેરા સેક્ટરમાં લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થઈ ગયાં.
ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય સૈનિકોએ નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ નષ્ટ કરી નાખી. આ સાથે જ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના અનેક સૈનિકો માર્યા ગયા હોવાનું પણ કહેવાય છે. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ શનિવારે સવારે 6.30 કલાકે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કારણ વગર ફાયરિંગ કરાયું. પાકિસ્તાને નાના હથિયારોથી લઈને મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કોઈ પણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો અમે જડબાતોડ જવાબ આપી રહ્યાં છીએ.
જુઓ LIVE TV
સંઘર્ષવિરામના ભંગ દરમિયાન ઘાયલ થયેલા દહેરાદૂનના 35 વર્ષના જવાન લાન્સ નાયક સંદીપ થાપાએ સારવાર દરમિયાન દમ તોડ્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ થાપા ભારતીય સેનામાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત હતાં. આ વર્ષે પાકિસ્તાન તરફથી થયેલા યુદ્ધવિરામના ભંગના કારણે સાત જવાન શહીદ થયા છે. પાકિસ્તાને બે દિવસ પહેલા જ એલઓસી પર પોતાના પાંચ સૈનિકો માર્યા ગયા હોવાની વાત કબુલી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે