ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, જીવ બચાવવા લોકો જંગલ તરફ ભાગ્યા

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહીની આશંકા સેવાઈ રહી છે. જીવ બચાવવા લોકો જંગલ તરફ ભાગ્યાં. આરાકોટ, મોકુડી અને ટિકોચીમાં મોટું નુકસાન થયું છે.

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, જીવ બચાવવા લોકો જંગલ તરફ ભાગ્યા

દહેરાદૂન: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહીની આશંકા સેવાઈ રહી છે. જીવ બચાવવા લોકો જંગલ તરફ ભાગ્યાં. આરાકોટ, મોકુડી અને ટિકોચીમાં મોટું નુકસાન થયું છે. આરાકોટમાં વાદળ ફાટવાથી એક ઘર વહી જવાની સૂચના મળી છે. ઘરમાં હાજર બે લોકો પણ પાણીમાં વહી ગયા હોવાનું જાણવા મળ્યું છે. 

उत्तरकाशी में बादल फटने से भारी तबाही, जान बचाने के लिए लोग जंगल की तरफ भागे

ત્રણ ગામ હિમાચલથી અલગ થયા છે. ત્રણેય ગામને જોડતો એક રસ્તો પણ વાદળ ફાટવાથી ધોવાઈ ગયો છે. એસપી ઉત્તરકાશી પંકજ ભટ્ટે આ જાણકારી આપી. ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રવાના થઈ ગઈ છે. જીવ બચાવવા અનેક લોકો જંગલ તરફ ભાગ્યા છે. 

જુઓ LIVE TV

કેદારનાથ ઘાટીમાં સતત વરસાદ
કેદારનાથ ધામથી જ મંદાકિની નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. કેદારનાથ ધામમાં મંદાકિની નદી પર અવરજવર માટે બનાવવામાં આવેલો હંગામી પુલ પણ નદીના તેજ વહેણમાં ધોવાઈ ગયો. જ્યારે રામવાડામાં પગપાળા અવરજવર માટે બનાવવામાં આવેલો પુલ પણ નદીમાં તેજ વહેણના કારણે ક્ષતિગ્રસ્ત થયો છે. કેદારનાથ હાઈવે પણ વરસાદના કારણે બાંસબાડાએ ભીરી, ડોલિયા દેવી, જામુ વગેરે જગ્યાઓ પર ક્ષતિગ્રસ્ત થયો છે. હાઈવે પર ઠેરઠેર મુસાફરો અને સ્થાનિકો ફસાયેલા છે. જે હાઈવે ખુલવાની રોહ જોઈ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news