અખિલેશ યાદવ CBIની રડાર પર, ગેરકાયદે માઇનિંગ મામલે થશે ભૂમિકાની તપાસ
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં થયેલી ગેરકાયદે માઇનિંગ મામલે સીબીઆઇએ શનિવારે તાત્કાલીક ડીએમ બી. ચંદ્રકલા સહિત કેટલાક લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ કહ્યું કે ગેરકાયદે માઇનિંગ મામલે તપાસ માટે એજન્સી યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવથી પણ પૂછપરછ કરવામાં આવશે.
Trending Photos
લખનઉ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મુશ્કેલીઓમાં ઘેરાતા જોવા મળી રહ્યાં છે. ખરેખરમાં, ઉત્તર પ્રદેશના હમીરપુરમાં થયેલી ગેરકાયદે માઇનિંગ મામલે સીબીઆઇએ શનિવારે તાત્કાલીક ડીએમ બી. ચંદ્રકલા સહિત કેટલાક લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ કહ્યું કે ગેરકાયદે માઇનિંગ મામલે તપાસ માટે એજન્સી યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવથી પણ પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઇએ કે 2012થી 2013 સુધી યૂપી સરકારમાં અખિલેશ યાદવની પાસે ખનન મંત્રાલય પણ હતું.
તાત્કાલીક બધા મંત્રીઓની થશે તપાસ: સીબીઆઇ
સીબીઆઇએ કહ્યું કે જે પણ લોકો ગેરકાયદે માઇનિંગ થવાના સમયમાં મંત્રી રહ્યા છે, તેમણે દરેકની આ મામલે ભૂમિકાની તપાસ કરવામાં આવશે. આ મામલે આદિલ ખાન, IAS અફસર બી. ચંદ્રકલા, માઇનિંગ ઓફિસર મોઇનુદ્દીન, સમાજવાદી પાર્ટીના એમએલસી રમેશ મિશ્રા અને તેમના ભાઇની સાથે માઇનિંગ ક્લર્ક રમા આરસે પ્રજાપતિ, અંબિકા તિવારી, માઇનિંગ ક્લર્ક રામ અવતાર સિંહ અને તેમના સંબંધીની સાથે સંજય દીક્ષિત આરોપી છે.
IAS ઓફિસર બી. ચંદ્રકલાના લખનઉ આવસ પર દરોડા
જણાવી દઇએ કે IAS ઓફિસર બી. ચંદ્રકલાના લખનઉ આવાસ પર સીબીઆઇએ દરોડા પાડ્યા છે. મળતી જાણકારી અનુસરા, ત્યાંથી સીબીઆઇ ટીમને ઘરથી કોઇ મહત્વપૂર્ણ દસ્તાવેજ જપ્ત કર્યા છે. સરોજની નાયડૂ માર્ગ સ્થિત સફાયર એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા ડીએમ બી. ચંદ્રકલાના ફ્લેટ નં-101માં સીબીઆઇની ટીમ હાજર છે. હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે ડીએમની સામે મૌરંગ ખનનને લઇને હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસ અંતર્ગત સીબીઆઇએ કાનપુર, જાલૌન, હમીરપુર અને દિલ્હીના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે.
શું છે સંપૂર્ણ મામલો
યોગી સરકારની સત્તામાં આવતા પહેલા અખિલેશ યાદવની સરકારમાં આઇએએસ બી. ચંદ્રકલાની પોસ્ટિંગ પહેલી વખત હમીરપુર જિલ્લામાં જિલ્લાધિકારીના પદ પર કરવામાં આવી હતી. આઇએએસ બી. ચંદ્રકલા પર આરોપ છે કે વર્ષ 2012 પછી હમિરપુર જિલ્લામાં 50 મૌરંગનું ખનનની પ્લેટ કરી હતી. ઇ-ટેન્ડર દ્વારા મૌરંગની પ્લેટો પર સ્વીકૃતિ માટેની જોગવાઈ હતી. પરંતુ, બી ચંદ્રકલાએ તમામ જોગવાઈઓ અવગણના કરી હતી.
ત્યાર પછી વર્ષ 2015માં ગેરકાયદે સરથી જાહેર મૌરંગ ખનનને લઇને હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે 16 ઓક્ટોબર 2015ના હમીરપુરમાં જાહેર કરેલી બધી 60 મૌરંગ ખનનના પ્લેટ ગેરકાયદે જાહેર કરતા રદ કરવામાં આવી હતી. અરજીકર્તાનો આરોપ છે કે, મૌરંગ માઇન્સ પર સંપૂર્ણ રીતે રોક લગાવ્યા પછી પણ જિલ્લામાં ગેરકાયદે માઇનિંગ ખુલ્લેઆમ કવામાં આવ્યું હતું. વર્ષ 2016ના તમામ ફરિયાદ કર્તા અને અરજીઓ પર સુનાવણી કરતા હાઇકોર્ટે ગેરકાયદે માઇનિંગની તપાસ સીબીઆઇને સોંપી હતી. ત્યારબાદથી સીબીઆઇ આ કેસ પર તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે