વડોદરા: BMW કારે ત્રણ વાહનોને ફંગોળ્યા, ચાલક થયો ફરાર

વડોદરાના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં BMW કાર ચાલકે એકસાથે ત્રણ ટુ વ્હીલર વાહનચાલકોને અડફેટે લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બેકાબુ કાર ચાલકે અડફેટે લીધેલા વાહનચાલકમાંથી એક દંપતી સાથેના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે જોઈને તમામ લોકોના રૂવાટા ઉભા થઈ જશે. 
 

વડોદરા: BMW કારે ત્રણ વાહનોને ફંગોળ્યા, ચાલક થયો ફરાર

રવિ અગ્રાવાલ: વડોદરાના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં BMW કાર ચાલકે એકસાથે ત્રણ ટુ વ્હીલર વાહનચાલકોને અડફેટે લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બેકાબુ કાર ચાલકે અડફેટે લીધેલા વાહનચાલકમાંથી એક દંપતી સાથેના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે જોઈને તમામ લોકોના રૂવાટા ઉભા થઈ જશે. 

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એમ.કે હાઈસ્કુલનો માર્ગ હર હંમેશ ટ્રાફીકથી ભરચક રહે છે. જે રોડ પર બીએમડબલ્યુ કાર ચાલક પુરપાટ ઝડપે બેકાબુ રીતે કાર હંકારી આવતો હતો. જેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એકસાથે ત્રણ ટુ વ્હીલર વાહનચાલકોને અડફેટે લીધા હતા. જેમાંથી બાઈક સવાર એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

સુરત: દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ દટાયા, બેના મોત

કારચાલક એટલી ગફલત રીતે કાર હંકારતો હતો કે, તેને કાર વીજળીના થાંભલા સાથે પણ ધડાકાભેર અથડાવી હતી. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બીએમડબલ્યુ કારના માલિકે અલકાપુરી વિસ્તારમાં આવેલા ઓટો કાર રીપેરીંગ સેન્ટરમાં કારની બેટરી બદલવા આપી હતી. જે ગેરેજનો કર્મચારી રેહાન ગેરેજ માલિકને જાણ કર્યા વગર કાર લઈ નીકળી ગયો. જેને પુરઝડપે કાર હંકારી અકસ્માત સર્જયો હતો.

Vadoadara.jpg

ગેરેજના કર્મચારી રેહાને સર્જેલા અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કાર ચાલક એક બાઈક સવાર દંપતીને અડફેટે લે છે. જેમાં મહિલા હવામાં ફંગોળાય છે. જયારે પુરુષ કારની નીચે આવી જાય છે. અકસ્માતમાં બાઈકનો ખુરદો નીકળી ગયો છે. અકસ્માત થતા જ આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતા. જેમને ઈજાગ્રસ્તોને 108 એમ્બુલન્સ બોલાવી સારવાર અર્થે ખસેડયા.

પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના કિલો ફેટ દીઠ ભાવમાં થશે વધારો

અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સાથે જ ઈજાગ્રસ્ત દંપતી જયશ્રીબેન અને આશીષભાઈના પરિજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિક લોકોએ કહ્યું કે, કારચાલક 100થી વધુ સ્પીડે કાર હંકારતો હોઈ શકે છે. લોકોએ અને પરિજનોએ કારચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

મહત્વની વાત છે કે, પોલીસે હાલમાં ફરાર ગેરેજના કર્મચારી રેહાનને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ ગેરેજ માલિક અમજદની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે. ત્યારે હવે જોવુ રહ્યુ કે, ફરાર કારચાલક ગેરેજનો આરોપી રેહાન કયાર સુધી પોલીસ ગિરફતમાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news