CBI No.2 રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટમાંથી મળી રાહત, 29 ઓક્ટોબર સુધી ધરપકડ નહીં

 સીબીઆઈમાં ચાલી રહેલા આંતરિક વિવાદનો મામલો હવે હાઈકોર્ટ પહોંચી ગયો છે. સીબીઆઈમાં નંબર ટુ પોઝિશન ધરાવનાર સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની વિરુદ્ધ એજન્સીએ ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને એફઆઈઆર નોંધી છે. તેના વિરુદ્ધ મંગળવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખટાવીને અસ્થનાએ તેને રદ કરવાની અરજી આપી છે. આ સાથે જ તેમણે હાઈકોર્ટને રજૂઆત કરી છે કે, તેમની વિરુદ્ધ કોઈ પણ પ્રકારના સખત પગલા ન લેવામાં આવે. એટલે કે, એફઆઈઆર બાદ ધરપકડ રોકવાની અરજી કરી છે. આ મામલે આજે સુનવણી થશે. 

 CBI No.2 રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટમાંથી મળી રાહત, 29 ઓક્ટોબર સુધી ધરપકડ નહીં

નવી દિલ્હીઃ સીબીઆઈમાં નંબર-2 ગણાતા વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ એજન્સીએ ભ્રષ્ટાચારના મામલામાં એફઆઈઆર દાખલ કરાવી છે. તેની વિરુદ્ધ રાકેશ અસ્થાનાએ મંગળવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવતા તેને રદ્દ કરવાની અરજી કરી હતી. આ સાથે તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે તેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારના આકરા પગલા ભરવામાં આવે નહીં. તેમણે ધરપકડ ન કરવાની કોર્ટ પાસે માંગ કરી હતી. 

દિલ્હી હાઈકોર્ટે મામલાની સુનાવણી કરતા હાલમાં યથાસ્થિતિ યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. મામલાની આગામી સુનાવણી 29 ઓક્ટોબરે હાથ ધરાશે. દિલ્હી હાઈકોર્ટે આ મામલા પર સીબીઆઈને નોટિસ મોકલી છે. આ સાથે ધરપકડ કરાયેલા સીબીઆઈના ડીએસપી દેવેન્દ્ર કુમારના મામલામાં પણ જવાબ માંગ્યો છે. 

— ANI (@ANI) October 23, 2018

સીબીઆઈમાં ચાલી રહેલા આંતરિક વિવાદનો મામલો હવે હાઈકોર્ટ પહોંચી ગયો છે. સીબીઆઈમાં નંબર ટુ પોઝિશન ધરાવનાર સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની વિરુદ્ધ એજન્સીએ ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને એફઆઈઆર નોંધી છે. તેના વિરુદ્ધ મંગળવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખટાવીને અસ્થનાએ તેને રદ કરવાની અરજી આપી છે. આ સાથે જ તેમણે હાઈકોર્ટને રજૂઆત કરી છે કે, તેમની વિરુદ્ધ કોઈ પણ પ્રકારના સખત પગલા ન લેવામાં આવે. એટલે કે, એફઆઈઆર બાદ ધરપકડ રોકવાની અરજી કરી છે. આ મામલે આજે સુનવણી થશે. 

આ સમગ્ર મામલે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રાજેન્દ્ર મેનની પીઠની સામે પહોંચ્યો છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, ડીએસપી દેવેન્દ્ર કુમાર વસૂલીનું રેકેટ ચલાવે છે, જેને તપાસની આડમાં ચલાવવામાં આવે છે. સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના અને મોઈન કુરેશીના મામલાની તપાસ સાથે જોડાયેલ સીબીઆઈ ડીએસપી દેવેન્દ્ર કુમારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને એફઆઈઆર રદ કરવાની માંગણી કરી છે. 

રાકેશ અસ્થાના પર આરોપે છે કે, તેમણે પાંચ કરોડ રૂપિયાની લાંચના બદલે હૈદરાબાદના વેપારી સતીષ સનાને રાહત આપી હતી. લાંચની રકમ વચેટિયા મનોજ પ્રસાદે લીધી હતી. પ્રસાદને 16 ઓક્ટોબર, 2018ના રોજ ભારત આવતા વેંત જ પકડી લેવામાં આવ્યો હતો. રાકેશ અસ્થાના અને સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માનો વિવાદ લાંબા સમયથી સળગી રહ્યો છે. બંને એકબીજા સામે સતત આરોપ લગાવી રહ્યાં છે. 

કેવી રીતે શરૂ થઈ હતી મહાભારત
આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની વચ્ચેનો વિવાદ ઓક્ટોબર 2017માં જ શરૂ થયો હતો, જેમાં વર્માએ સીવીસીના નેતૃત્વવાળી પાંચ સદસ્યોની પેનલની બેઠકમાં અસ્થાનાની સ્પેશિયલ ડાયરેક્ટર તરીકેના પ્રમોશન પર વાંધો ઉઠાવ્યો હતો. વર્માનું માનવું હતું કે, અધિકારીનો ઈન્ડક્શનને લઈને તેમના દ્વારા કરાયેલ અરજીને અસ્થાનાએ બગાડી મૂકી છે. તેમણે અસ્થાના પર એ પણ આરોપ લગાવ્યો કે, સ્ટર્લિંગ બાયોટેક કૌભાંડમાં અસ્થાનાના રોલને કારણે સીબીઆઈ વિવાદમાં ફસાઈ છે. જોકે, પેનલે આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો, અને અસ્થાનાને પ્રમોટ કર્યા હતા. સુપ્રિમ કોર્ટે પણ અસ્થાનાને આ મામલે ક્લિન ચીટ આપી દીધી હતી. 
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news