INDvsWI: વિશાખાપટ્ટનમ વનડે માટે ભારતે જાહેર કરી અંતિમ 12 ખેલાડીઓની ટીમ
બીસીસીઆઈએ ટ્વીટ કરીને 12 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. જેમાં પ્રથમ વનડેની ટીમ યથાવત રાખવામાં આવી છે.
Trending Photos
વિશાખાપટ્ટનમઃ ભારત અને વેસ્ટઇન્ડિઝની ટીમ વચ્ચે બુધવારે વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી મેદાનમાં સીરીઝની બીજી વનડે રમાશે. મેચની પૂર્વ સંધ્યાએ બીસીસીઆઈએ 12 ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. પ્રથમ વનડેમાં જાહેર કરેલા 12 ખેલાડીઓને યથાવત રાખવામાં આવ્યા છે. પ્રથમ વનડેમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે આ મેદાનમાં હંમેશા સારૂ પ્રદર્શન કર્યું છે. ભારતે આ મેદાનમાં રમેલા 7 વનડેમાંથી 6માં જીત મેળવી છે. આવામાં ક્રિકેટ પ્રેમીઓ આશા રાખી શકે છે, કે વેસ્ટઇન્ડીઝ ટીમ સામે જીતનો સિલસિલો યથાવત રાખશે. ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને પહેલી મેચમાં હાર આપીને પાંચ મેચોની વનડે સીરીઝમાં 1-0થી આગળ ચાલી રહી છે.
ઘોનીએ આ મેદાન પર રમી સૌથી મોટી ઇનિંગ
આ મેદાન પર સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ઘોનીના નામે છે. ધોનીએ આહિ 2005માં પાકિસ્તાન વિરૂદ્ધ 123 બોલમાં 148 રન બનાવ્યા છે. આ મેચમાં રમેલી ઇનિંગ તેના જીવનનો ટર્નિગ પોઇન્ટ માનવામાં આવી રહ્યો છે. સૌરવ ગાંગુલીએ ધોનીને પ્રમોટ કરીને ત્રીજા નંબર પર પ્રમોટ કરી બેંટીગ કરવા કહ્યું હતું, અને ધોનીએ તોફાની બેટીંગ કરી હતી. ધોનીની આ પાંચની વનડે મેચ હતી.
300 રનનો સ્કોર માત્ર એક જ વાર બન્યો
ભારતીય મેદાન મોટા સ્કોર માટે ઓળખાય છે. પરંતુ આ મેદાનમાં માત્ર એક જ વાર 300 રનનો સ્કોર બાનાવ્યો હતો. ભારતે 2005માં પાકિસ્તાન વિરૂદ્ધ 356/9 રન બનાવ્યા હતા.જેમાં ધોનીની તોફાની સદી પણ સામેલ છે. આ મેદાન પર બીજો સોથી મોટો સ્કોર પાકિસ્તાન(298)ના નામે છે. પરંતુ આ મેચમાં આટલા રને બનાવીને ભારત 58 રનથી હારી ગયુ હતું. આ મેદાન પર સૌથી ઓછો સ્કોર ન્યૂઝિલેન્ડના નામે છે. ભારતે 2016માં તેને 79 રનમાં જ ઓલ આઇટ કરી દીધું હતું.
બીજી વનડે માટે ભારતીય ટીમ (12 ખેલાડીઓ): વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, અંબાતી રાયડૂ, રિષભ પંત, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ.
Team India for 2nd ODI, Visakhapatnam - Virat Kohli (C), Shikhar Dhawan, Rohit Sharma, Ambati Rayudu, Rishabh Pant, MS Dhoni (WK), Ravindra Jadeja, Kuldeep Yadav, Yuzvendra Chahal, Umesh Yadav, Mohammad Shami, Khaleel Ahmed #TeamIndia #INDvWI
— BCCI (@BCCI) October 23, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે