પૂછવામાં આવ્યા ગંદા સવાલ, એથિક્સ કમિટીની બેઠકમાંથી નારાજ થઈ બહાર આવ્યા TMC સાંસદ મહુઆ મોઇત્રા

Cash For Query: સવાલના બદલામાં પૈસા લેવાના આરોપના મામલામાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા આજે એથિક્સ કમિટીની સામે રજૂ થયા હતા. આ બેઠક દરમિયાન જોરદાર હંગામો થયો હતો.

પૂછવામાં આવ્યા ગંદા સવાલ, એથિક્સ કમિટીની બેઠકમાંથી નારાજ થઈ બહાર આવ્યા TMC સાંસદ મહુઆ મોઇત્રા

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા આજે લોકસભાની એથિક્સ કમિટીની સામે રજૂ થયા બાદ ગુસ્સામાં બહાર નિકળ્યા હતા. બપોર બાદ બેઠકમાંથી બહાર આવ્યા તો મહુઆ મોઇત્રા ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેમની સાથે બસપા સાંસદ દાનિશ અલી પણ હતા. વિપક્ષી સાંસદો હંગામો કરતા બહાર આવ્યા હતા. તે સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહુઆ તે બોલી રહ્યાં છે કે આ એથિક્સ કમિટી છે? આ સવાલ પૂછી રહ્યાં છે? સ્પષ્ટ રીતે સમજાયું નહીં કે મહુઆ મોઇત્રા આટલા ગુસ્સે કેમ થયા? કોઈએ પૂછ્યું કે શું થયું તો મહુઆએ કહ્યું- બધા એમપી. તે દ્રષ્ય ખુબ હંગામેદાર હતું. ઘણા લોકો મોબાઇલમાં બધુ રેકોર્ડ કરી રહ્યાં હતા. દાનિશ અલીએ કહ્યુ કે તે બધા અનએથિકલ સવાલ પૂછી રહ્યાં છે? દાનિશ અલીએ મીડિયાને જણાવ્યું કે તેમણે વોકઆઉટ કેમ કર્યું? ગુસ્સામાં બોલતા દાનિશ અલીએ કહ્યુ કે તે પૂછી રહ્યાં છે કે રાત્રે કોની સાથે શું વાત કરતા હતા? તેનો શું મતલબ છે? લાંચ લઈને સંસદમાં સવાલ પૂછવાના મામલામાં આજે મોઇત્રા સંસદની કમિટીની સામે રજૂ થયા હતા. 

મહુઆને પૂછવામાં આવ્યા અનૈતિક સવા
મહુઆ મોઇત્રાની સાથે લોકસભાની આચાર સમિતિની બેઠકના આચરણને લઈને સવાલ ઉઠાવતા વિપક્ષી સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. વિપક્ષી સભ્યોએ સમિતિના અધ્યક્ષ (ભાજપ સાંસદ વિનોદ કુમાર સોનકર) પર ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને વ્યક્તિગત અને અનૈતિક સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ સાંસદ એન ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યુ કે આચાર સમિતિના અધ્યક્ષે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને જે સવાલ પૂછ્યા તે અમને અનૈતિક લાગ્યા. પરંતુ લોકસભાની આચાર સમિતિએ મહુઆ મોઇત્રા અને વિપક્ષી સાંસદોના વોકઆઉટ બાદ પણ ચર્ચા જારી રાખી હતી. 

TMC MP Mahua Moitra appeared before the Parliament Ethics Committee in connection with the 'cash for query' charge against her. pic.twitter.com/EkwYLPnD1O

— ANI (@ANI) November 2, 2023

આ પહેલા સૂત્રોએ જણાવ્યું કે એથિક્સ કમિટીમાં મોઇત્રા કહી રહ્યાં હતા કે આ તેમનો અંગત મામલો છે. તેને લઈને કમિટીમાં ચર્ચાની જરૂર નથી. મોઇત્રાએ સવાલ ઉઠાવતા કહ્યું કે અંગત રીતે તેને કોઈ મિત્ર તરફથી ગિફ્ટ મળે છે તો આ મામલો કઈ રીતે એથિક્સ કમિટી સામે લાવી શકાય છે. 

વિનોદ સોનકરે શું કહ્યું?
લોકસભાની આચાર સમિતિના અધ્યક્ષ વિનોદ સોનકરે આરોપો પર કહ્યું- જવાબ આપવાની જગ્યાએ મહુઆ મોઇત્રા ગુસ્સે થઈ ગયા. તે (મહુઆ મોઇત્રા) અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા. કમિટીના સભ્ય દાનિશ અને અન્ય વિપક્ષી સાંસદોએ અમારા પર આરોપ લગાવી વોકઆઉટ કરી દીધુ. 

શું છે આરોપ?
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ હાલમાં આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ લોકસભામાં સવાલ કરવા માટે કારોબારી દર્શન હીરાનંદાણી પાસેથી પૈસા લીધા છે. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા લેટરમાં દાવો કર્યો કે મોઇત્રાએ હાલના દિવસોમાં 61માંથી 50 સવાલ અદાણી ગ્રુપ સાથે જોડાયેલા કર્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news