Captain Monica Khanna: ખુબ જ કપરી પરિસ્થિતિમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવીને 185 મુસાફરોના જીવ બચાવ્યા

Spicejet Flight Emergency Landing: બિહારના પટણા એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ SG-723નું રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. વિમાનમાં 185 લોકો સવાર હતા. વિમાને ઉડાણ ભર્યા બાદ પટણામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

Captain Monica Khanna: ખુબ જ કપરી પરિસ્થિતિમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવીને 185 મુસાફરોના જીવ બચાવ્યા

Spicejet Flight Emergency Landing: બિહારના પટણા એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ SG-723નું રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. વિમાનમાં 185 લોકો સવાર હતા. વિમાને ઉડાણ ભર્યા બાદ પટણામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. કારણ કે તેના ડાબી બાજુના એન્જિનમાં આગ લાગી હતી. ઘટનાની જાણકારી પટણા જિલ્લા પ્રશાસન અને એરપોર્ટના અધિકારીઓને આપવામાં આવી. 

સ્થાનિક લોકો દ્વારા કરાયેલા વીડિયો શૂટિંગમાં ડાબા એન્જિનમાંથી ચિંગારીઓ નીકળતી જોઈ શકાય છે. અધિકારીઓએ જણાવ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. આ ઈમરજન્સી સ્થિતિમાં પાઈલટે જે પ્રકારે વિમાનનું લેન્ડિંગ કરાવ્યું અને સમજદારી દાખવી તે પ્રશંસનીય છે. 

ફ્લાઈટની કમાન જેમના હાથમા હતી તેમનું નામ કેપ્ટન મોનિકા ખન્ના છે. ફ્લાઈટના પાઈલટ ઈન કમાન્ડ (પીઆઈસી) કેપ્ટન મોનિકા ખન્નાએ જરાય ગભરાયા વગર પ્રભાવિત એન્જિનને બંધ કર્યું અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સ્પાઈસજેટના ફ્લાઈટ ઓપરેશન્સના પ્રમુખ ગુરુચરણ અરોડાના હવાલે જણાવ્યું કે કેપ્ટન મોનિકા ખન્ના અને ફર્સ્ટ ઓફિસર  બલપ્રીત સિંહ ભાટિયાએ ઘટના દરમિયાન પોતાને ખુબ સારી રીતે સંભાળ્યા. તેઓ એકદમ શાંત રહ્યા અને વિમાનને સારી રીતે સંભાળ્યું. તેઓ અનુભવી અધિકારી છે અને અમને તેમના પર ગર્વ છે. 

This looks very dangerous.#SpiceJet #Patna pic.twitter.com/qRxHlSFGwN

— Govind Pandey (@iGovindPandey) June 19, 2022

મોનિકા ખન્ના સ્પાઈસજેટ લિમિટેડમાં એક ઉચ્ચ તાલિમબદ્ધ પાઈલટ છે. તેમના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ મુજબ તેમને મુસાફરી કરવી ખુબ ગમે છે અને ફેશનમાં તેમનો ઊંડો રસ છે. રવિવારે જ્યારે સ્પાઈસજેટ બોઈંગ 737 ફ્લાઈટના એક એન્જિનમાં આગ લાગી ગઈ તો કેપ્ટન મોનિકા ખન્નાએ પ્રભાવિત એન્જિનને સમયસૂચકતા વાપરીને તરત બંધ કરી દીધુ હતું. 

એક પાઈલટ જ્યારે વિમાનને ટેકઓફવાળા એરપોર્ટ પર પાછા ફરવા કે ટેકઓફના તરત બાદ અન્ય એરપોર્ટ પર ઉતરણ કરવાની જરૂરીયાતવાળી સ્થિતિ સર્જાય ત્યારે ઓવરવેઈટ લેન્ડિંગ પર વિચાર કરી શકે છે. પાઈલટ નક્કી કરે છે કે લેન્ડિંગ પહેલા પ્લેનનું વેઈટ ઓછું કરવું છે કે ઓવરવેઈટ લેન્ડિંગ કરાવવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news