Rajasthan: 28 જુલાઇએ થઇ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ, ધારસભ્યોને આપ્યા નિર્દેશ
સૂત્રોના અનુસાર રાજસ્થાનમાં મંત્રીમંડળનું વિસ્તરણ 28 જુલાઇના રોજ થઇ શકે છે. પીસીસીની બેઠકમાં ધારસભ્યોને 28 જુલાઇના રોજ જયપુરમાં રહેવાના નિર્દેશ આપ્યા છે.
Trending Photos
જયપુર: રાજ્સ્થાનમાં સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદને ખતમ કરવાના પ્રયત્ન કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી જાહેર કરી છે. જયપુરમાં આજે (રવિવારે) કોંગ્રેસ ધારાસભ્યો અને પાર્ટી પ્રદેશ કાર્યકારિણી પદાધિકારીઓની એક બેઠક થઇ. આ મીટિંગમાં કોંગ્રેસનું સમર્થન કરી રહેલા કેટલાક અપક્ષ ધારાસભ્યો અને સચિન પાયલોટના જૂથના ધારાસભ્ય પણ સામેલ થયા.
રાજસ્થાનમાં જલદી જ થશે મંત્રિમંડળનું વિસ્તરણ
સૂત્રોના અનુસાર રાજસ્થાનમાં મંત્રીમંડળનું વિસ્તરણ 28 જુલાઇના રોજ થઇ શકે છે. પીસીસીની બેઠકમાં ધારસભ્યોને 28 જુલાઇના રોજ જયપુરમાં રહેવાના નિર્દેશ આપ્યા છે. 28 જુલાઇના રોજ અજય માકન ધારસભ્યોની બેઠક લઇ શકે છે.
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે બેઠક અચાનક બોલાવવાના લીધે તે ધારાસભ્ય અને પાર્ટી પદાધિકારી તેમાં જોડાયા જે જયપુરમાં અથવા આસપાસ હતા. તે પહેલાં ડોટાસરાએ ધારાસભ્ય દળની બેઠકન સમાચારોને નકારી કાઢ્યા હતા.
મીટીંગમાં સચિન પાયલોટ પહોંચતાં નારેબાજી
બેઠકમાં પાયલોટ ખેમાના ધારાસભ્ય જીઆર ખટાના, રામનિવાસ ગાવરિયા અને મુકેશ ભાકર સામેલ થયા. કોંગ્રેસ સરકારનું સમર્થન કરી રહેલા અપક્ષ ધારાસભ્ય અને બીએસપીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારસભ્ય સંદીપ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા. પાયલોટ જ્યારે બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા તો ત્યાં હાજર તેમના સમર્થકોએ નારેબાજી કરી.
રાજસ્વ મંત્રી હરીશ ચૌધરીએ કહ્યું કે બેઠકો તો થતી રહેશે અને તેમાં રાજસ્થાનને કેવી રીતે આગળ વધારવામાં આવે તેના પર ચર્ચા થાય છે. તો બીજી તરફ મંત્રી બીડી કલ્લાએ કહ્યું કે તેમને તો સંગઠન અને ધારાસભ્ય દળની બેઠકની સૂચના આપી છે.
અજય માકન અને રાજસ્થાનના સીએમ વચ્ચે ચર્ચા
તમને જણાવી દઇએ કે હાઇકમાન્ડને સંદેશને લઇને શનિવારે રાત્રે જયપુર પહોંચતાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને પ્રદેશ પ્રભારી અજય માકને મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે લાંબી ચર્ચા કરી. લગભગ અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં મંત્રીમંડળ વિસ્તાર અને ફેરબદલને લઇને વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. પાર્ટી સૂત્રોએ કહ્યું કે શનિવારે મોડી રાત સુધી ચર્ચા બાદ આ નેતાઓને મંત્રીમંડળ વિસ્તારનો નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ પર છોડવાનો નિર્ણય કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે