બુધવારે ગુરુપુષ્ય નક્ષત્ર, આ મુહૂર્ત જોઈને સોનુ-વાહન ખરીદજો

30 ઓક્ટોબર, મંગળવારના રોજ પુષ્ય નક્ષત્ર 3.14.30 વાગ્યાથી લાગશે. જે 31 ઓક્ટોબર, બુધવારે 1.34.51 સુધી રહેશે. આ રહ્યાં તેના શુભ મુહૂર્ત

બુધવારે ગુરુપુષ્ય નક્ષત્ર, આ મુહૂર્ત જોઈને સોનુ-વાહન ખરીદજો

31 ઓક્ટોબરના રોજ બુદ્ધિ અને ધનના દેવતા ભગવાન ગણેશજીના દિવસે બુધવારે, 2018ના રોજ પુષ્ય યોગ બની રહ્યો છે. ભારતીય શાસ્ત્ર અનુસાર, આ દિવસ સોનું તથા અન્ય વસ્તુની ખરીદી તથા ઈન્વેસ્ટમેન્ટના હેતુથી અત્યંત શુભ મનાય છે. આ દિવસે મુહૂર્તમાં ભવન, ભૂમિ, વાહન, આભૂષણ સહિત અન્ય ખરીદી કરવી શ્રેષ્ઠ કહેવાય છે. આ યોગમાં ખરીદી કરાયેલ વસ્તુ લાંબા સમય સુદી ચાલે છે. તેમજ શુભ ફળ પ્રદાન કરે છે. 

30 ઓક્ટોબર, મંગળવારના રોજ પુષ્ય નક્ષત્ર 3.14.30 વાગ્યાથી લાગશે. જે 31 ઓક્ટોબર, બુધવારે 1.34.51 સુધી રહેશે. આ રહ્યાં તેના શુભ મુહૂર્ત.

લાભ ચોઘડિયા - સવારે 6.32 થી 7.56 સુધી (પ્રોપર્ટી-જમીન સંબંધી લેણદેણ માટે)
અમૃત ચોધડિયા - સવારે 7.56 થી 9.21 સુધી (પ્રોપર્ટી-જમીન સંબંધી લેણદેણ માટે)
શુભ ચોઘડિયા - સવારે 10.46 થી બપોરે 12.10 સુધી (કપડા, ઈલેક્ટ્રોનિક્સ ખરીદવા માટે બેસ્ટ) 
ચળ ચોધડિયા - 15.00 થી 16.24 સુધી (કપડા, ઈલેક્ટ્રોનિક્સ ખરીદવા માટે બેસ્ટ) 
લાભ ચોઘડિયા - 16.24 થી 17.49 સુધી (આભૂષણ, સામાન, વાહન ખરીદવા માટે શુભ)
શુભ ચોઘડિયા - 19.24 થી 21.00 સુધી (વાહન છોડીને બધી જ વસ્તુ ખરીદવા માટે બેસ્ટ) 
અમૃત ચોઘડિયા - 21.00 થી 22.35 સુધી (વાહન છોડીને બધી જ વસ્તુ ખરીદવા માટે બેસ્ટ) 
ચળ ચોઘડિયા - 22.35 થી 0.11 સુધી

सोने-चांदी में एक दिन में आई बड़ी गिरावट, जानिए क्या रहा आज का भाव

10 વર્ષ બાદ આવે છે આવો યોગ
દીવાળીના પહેલા 31 ઓક્ટોબરના રોજ બુધ પુષ્ય નક્ષત્ર પર માલવ્ય યોગ અને ચક ચોગ ખરીદી માટે વિશેષ રહેશે. બુધ પુષ્ય નક્ષત સવારે શરૂથીને મોડી રાત સુધી રહેવાનો છે. 10 વર્ષ બાદ આવો યોગ બની રહ્યો છે, જે દિવાળી પહેલાના બુધવારે આવી રહ્યો છે. આ પહેલા 2008માં આ યોગ દિવાળી પહેલા આવ્યો હતો. શાસ્ત્રોનુસાર, વૈદિક ભાષામાં પુષ્ય નક્ષત્રને પુખ નક્ષત્ર પણ કહેવાય છે. આ દિવસે ગણેશ ભગવાનની વિશેષ પૂજા કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. 27 નક્ષત્રોમાંથી આઠમું નક્ષત્ર સૌથી ખાસ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરાયેલ ખરીદી ચિરસ્થાયી રહે છે. પુષ્ય નક્ષત્રમાં હીરાના આભૂષણ, ઈલેક્ટ્રોનિક્સ, ભૂમિ-ભવન, કપડા તેમજ અન્ય ખરીદારી કરવું શુભ મનાય છે. આ વખતે અંદાજે 23 કલાક સુધી આ નક્ષત્ર રહેશે. 

ધનતેરસ પહેલા ખરીદી
આ વખતે દિવાળી પહેલા એટલે કે ધનતેરસ પહેલા પુષ્ય નક્ષત્ર આવે છે, એટલે ધનતેરસ પહેલા જ માર્કેટમાં ખરીદી થઈ જાય તેવી શક્યતા છે. પરંતુ સોનાના વધતા ભાવ તથા નકદીના સંકટ તથા અન્ય ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પોને કારણે આ ધનતેરસ તથા ગુરુ પુષ્ય નક્ષત્રમાં સોનાની ચમક ફીકી પડી શકે છે. માર્કેટ એક્સપર્ટસનું કહેવું છે કે, જો આ ખરીદી નબળી રહેશે, તો આ સતત બીજું વર્ષ હશે જેમાં સોનાનું વેચાણ આશા અનુરૂપ નહિ રહે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news