Bihar: બદમાશોએ દુકાનમાં ઘૂસીને વેપારીની હત્યા કરી, મર્ડરનો લાઈવ VIDEO જુઓ
લૂટફાટ દરમિયાન અપરાધીઓએ ટેક્સટાઈલ વેપારી હરિહર પ્રસાદ(72)ની ગોળી મારીને હત્યા કરી દીધી. સોમવારે સવારે 10.50 વાગે અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. ઘટના સમયે વેપારી પતોાની એસકે ટેક્સટાઈલ્સ નામની દુકાનમાં બેઠા હતાં.
Trending Photos
પટણા: બિહાર (Bihar) ના પાટનગર પટણા (Patna) ના જક્કનપુર વિસ્તારમાં લૂટફાટ દરમિયાન અપરાધીઓએ ટેક્સટાઈલ વેપારી હરિહર પ્રસાદ(72)ની ગોળી મારીને હત્યા કરી દીધી. સોમવારે સવારે 10.50 વાગે અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. ઘટના સમયે વેપારી પતોાની એસકે ટેક્સટાઈલ્સ નામની દુકાનમાં બેઠા હતાં.
ઘટનાના પ્રત્યક્ષદર્શી રણવિજયે જણાવ્યું કે સવારનો સમય હતો. હરિહરપ્રસાદ દુકાનના કાઉન્ટર પર બેઠા હતાં. તે ગોદામમાં હતો. તે સમયે જ બે અપરાધીઓ દુકાનમાં ઘૂસ્યા અને પૈસા આપો પૈસા આપો તેમ કહીને દે ધના ધન ગોળીઓ હરિહર પ્રસાદ પર છોડી હતી. ત્યારબાદ અપારધીઓ કેશ કાઉન્ટરમાં રાખેલા બધા પૈસા લઈને ભાગી ગયા હતાં. રણવિજયે કહ્યું કે અપરાધીઓએ પોતાના ચહેરા પણ ઢાંકેલા નહતાં. જો અપરાધીઓ તેની સામે આવે તો તરત ઓળખી શકશે. જો કે આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.
જુઓ હત્યાનો લાઈવ VIDEO
હરિહર પ્રસાદ પોતાના ઘરેથી જ વેપાર ચલાવતા હતાં આથી ઘટના બાદ પરિવારના સભ્યો તરત તેને પીએમસીએચ લઈ ગયા હતાં. પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં. આ બાજુ હરિહર પ્રસાદને વેપારમાં સહયોગ કરનારા નાના પુત્ર કૃષ્ણાએ અલગ જ વાત કરી છે. કૃષ્ણાનો દાવો છે કે આ ઘટના અગાઉ ખંડણી જેવી કોઈ વાત નહતીં. પિતાને પણ કોઈની સાથે અદાવત નહતી. પરિવારમાં પણ કોઈની સાથે ઝઘડો નહતો. કૃષ્ણાના મોટાભાઈ વેપાર મામલે હરિયાણા ગયા હતાં. આથી તે ઘરે એકલો જ હતો.
ઘટના બાદ પહોંચેલી પોલીસે ઘરમાં લાગેલા સીસીટીવી (CCTV) અને આસપાસના સીસીટીવીને ફેંદી કાઢ્યા છે. પરંતુ મોટો સવાલ એ છે કે જો અપરાધીઓ લૂંટની દાનતથી આવ્યાં હતાં તો તેઓ પહેલા વેપારીને બંધક બનાવત અને ત્યારબાદ પૈસાની માગણી કરત. પરંતુ કોઈ પણ વાતચીત વગર તેમણે સીધી ગોળી મારી તે અદાવત વગર શક્ય લાગતુ નથી. જો કે પોલીસ આ મામલે તપાસમાં લાગી છે.
જુઓ LIVE TV
હરિહર પ્રસાદને 2 પુત્ર અને 3 પુત્રીઓ છે. બંને પુત્રો ધંધામાં મદદ કરે છે. 15વર્ષથી હરિહર પ્રસાદ મોસ્કિટો નેટ અને ગરમ કપડાંનો વેપાર કરી રહ્યાં હતાં. લગન અને મહેનતથી વેપાર દેશના બીજા રાજ્યોથી લઈને નેપાળ સુધી ફેલાવેલો હતો. પરંતુ જે રીતે આ ઘટનાને અંજામ અપાયો છે તે જોતા હવે બીજા વિસ્તારના બીજા વેપારીઓમાં પણ દહેશતનો માહોલ ચે.
I
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે