'ટી-શર્ટ ઉંચી કરી બ્રેસ્ટ પર હાથ રાખ્યો, પેટને અડ્યો'... એકે કહ્યું- તેણે સેક્સની માંગણી કરી : બ્રિજભૂષણ પર ભાજપના ચારહાથ

બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) વિરૂદ્ધ નોંધવામાં આવેલી બે FIRમાં લાગેલા આરોપોને લઈને માહિતી સામે આવી છે. મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ પર બ્રેથ ટેસ્ટના બહાને સ્તન અને પેટ પર હાથ રાખવાનો આરોપ લગાવ્યો છે.

'ટી-શર્ટ ઉંચી કરી બ્રેસ્ટ પર હાથ રાખ્યો, પેટને અડ્યો'... એકે કહ્યું- તેણે સેક્સની માંગણી કરી : બ્રિજભૂષણ પર ભાજપના ચારહાથ

મહિલા કુસ્તીબાજોએ ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh)પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. સાત કુસ્તીબાજોએ પોલીસમાં ફરિયાદ કરી હતી, જેના આધારે દિલ્હી પોલીસે બે એફઆઈઆર નોંધી છે. સગીર ખેલાડીની ફરિયાદ પર એફઆઈઆર નોંધાઈ છે. બીજી FIR 6 મહિલા રેસલર્સની ફરિયાદ પર છે.

આ એફઆઈઆરમાં કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ (Brij Bhushan Sharan Singh) પર કયા પ્રકારના આરોપો લગાવ્યા છે તેની માહિતી સામે આવી છે. મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર બ્રેથ ટેસ્ટના બહાને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો, ખોટી રીતે શરીરને સ્પર્શ કરવાનો અને અંગત પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે બ્રિજભૂષણ મહિલા રેસલર્સ પાસેથી સેક્સ્યુઅલ ફેવરની (Sexual Favours)માંગણી કરતો હતો. જ્યારે મહિલા કુસ્તીબાજ ઘાયલ થાય ત્યારે તે કહેતો હતો કે ફેડરેશન તેની સારવારનો ખર્ચ ઉઠાવે તેના બદલે સેક્સ્યુઅલ ફેવર (Sexual Favours)આપવો પડશે.

બ્રિજભૂષણના કારણે મહિલા એથ્લેટ એકલા બહાર જવામાં ડરતી હતી

બ્રિજ ભૂષણ વિરુદ્ધ ફરિયાદ કરનાર એથ્લેટમાંથી એકે દાવો કર્યો છે કે તે બ્રિજ ભૂષણને એકલા જોઈને ડરી ગઈ હતી. તમામ મહિલા એથ્લેટ એકસાથે રૂમ છોડીને જતી હતી. બ્રિજભૂષણે મહિલા રમતવીરોને અયોગ્ય અંગત પ્રશ્નો પૂછ્યા જેના જવાબમાં તેઓ અસહજ હતી.

એથ્લેટનો આરોપ- બ્રિજભૂષણે ટી-શર્ટ ઊંચકીને પેટ પર હાથ મૂક્યો

એક મહિલા એથ્લેટે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, "બ્રિજભૂષણે મને બોલાવી તેણે મારું ટી-શર્ટ ઊંચુ કર્યું. તેણે મારા પેટ પર હાથ મૂક્યો. પછી તેણે તેનો હાથ મારી નાભિ સુધી લઈ ગયો હતો. આ બધું તેણે શ્વાસ પરીક્ષણ દરમિયાન કર્યું. " ફરિયાદ કરનાર અન્ય એથ્લેટે જણાવ્યું હતું કે વિદેશમાં પ્રતિયોગિતા સમયે તેણીને ઈજા થઈ હતી. બ્રિજભૂષણે કહ્યું કે જો તેણી તેને સેક્સ્યુઅલ ફેવર આપશે તો ફેડરેશન સારવારનો ખર્ચ ઉઠાવશે.

એથ્લેટનો આરોપ- બ્રિજભૂષણે બ્રેથ ટેસ્ટના બહાને સ્તન પર રાખ્યો હાથ

અન્ય એક કુસ્તીબાજે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, "જ્યારે હું મેટ પર સૂતી હતી ત્યારે બ્રિજ ભૂષણ મારી પાસે આવ્યા હતા. તે સમયે મારા કોચ ત્યાં ન હતા. તેણે મારી ટી-શર્ટ ખેંચી અને મારા સ્તન પર હાથ મૂક્યો. તેને નીચે સરકાવીને મારા પેટ પર લઈ ગયો. તેણે મારા શ્વાસ તપાસવાના બહાને આવું કર્યું.

" રેસલિંગ ફેડરેશનના સેક્રેટરી વિનોદ તોમર પર પણ દિલ્હીની ઓફિસમાં એક રેસલરે જબરદસ્તીનો આરોપ લગાવ્યો છે. તેણીએ કહ્યું, “હું ફેડરેશન ઓફિસમાં ગઈ હતી. મારી સાથે મારો ભાઈ હતો. તોમરે મને તેના રૂમમાં બોલાવી તેણે મારા ભાઈને બહાર રહેવા કહ્યું. ઓફિસના અન્ય લોકો ચાલ્યા ગયા બાદ તોમરે દરવાજો બંધ કરી દીધો હતો. તેણે મને પોતાની તરફ ખેંચી અને બળજબરીથી સેક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બ્રિજભૂષણે આરોપોને નકારી કાઢ્યા છે

ઉલ્લેખનીય છે કે, બ્રિજ ભૂષણે મહિલા રેસલરો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. બુધવારે તેણે કહ્યું હતું કે, જો મારા પર એક પણ આરોપ સાબિત થશે તો હું ફાંસી લગાવી લઈશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news