સુહાગરાતના બીજા દિવસે દુલ્હને આપ્યો બાળકીને જન્મ, પરિવારજનોના ઉડી ગયા હોશ, જાણો શું છે ઘટના

ગ્રેટર નોઇડામાં સોમવારે એક યુવકના લગ્ન થયા હતા. પછી આગામી દિવસે દુલ્હને બાળકીને જન્મ આપ્યો. કહેવામાં આવ્યું કે યુવકના પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું કે યુવતીનું પથરીનું ઓપરેશન થયું છે. તેના કારણે દુલ્હનનું પેટ થોડું ફૂલેલું છે.

સુહાગરાતના બીજા દિવસે દુલ્હને આપ્યો બાળકીને જન્મ, પરિવારજનોના ઉડી ગયા હોશ, જાણો શું છે ઘટના

નોઇડાઃ ગ્રેટર નોઇડામાં વિચિત્ર મામલો સામે આવ્યો છે. સોમવારે એક વ્યક્તિના લગ્ન થયા હતા. ત્યારબાદ સુહાગરાતમાં દુલ્હનના પેટમાં અચાનક દુખાવો થયો તો સસરાપક્ષના લોકોએ તેનું ચેકઅપ કરાવ્યું. અહીં જાણવા મળ્યું કે તે 7 મહિનાની પ્રેગનેન્ટ છે. ત્યારબાદ તે લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ. એટલું જ નહીં બીજા દિવસે દુલ્હને એક બાળકીને જન્મ આપ્યો હતો. 

હકીકતમાં પાછલા સોમવારે ગ્રેટર નોઈડાના દનકૌર વિસ્તારના એક ગામમાં રહેતા વ્યક્તિના લગ્ન સિકંદરાબાદની યુવતી સાથે થયા હતા. દુલ્હન વિદાય થઈને સાસરિયામાં પહોંચી હતી. ત્યારબાદ સુહાગરાતમાં અચાનક તેના પેટમાં જોરદાર દુખાવો થવા લાગ્યો. તેનાથી ઘરના લોકો ડરી ગયા અને તેને તત્કાલ દનકૌર સ્થિત એક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. 

આ સાંભળીને સાસરા પક્ષના હોશ ઉડી ગયા
અહીં ડોક્ટરોએ તેનું ચેકઅપ કર્યું. આ દરમિયાન જાણવા મળ્યું કે કન્યા સાત મહિનાની પ્રેગનેન્ટ છે. આ સાંભળીને સાસરા પક્ષના લોકોના હોશ ઉડી ગયા. તો આગામી દિવસે મહિલાએ બાળકીને જન્મ આપ્યો. ત્યારબાદ યુવકના પરિવારજનોએ કન્યાના પરિવારજનોને માહિતી આપી અને દુલ્હનને રાખવાની ના પાડી દીધી. 

યુવતીના પરિવારજનોએ વાત છુપાવી
સૂચના મળવા પર પહોંચેલો પરિવાર પુત્રી અને માસૂમ બાળકીને પોતાની સાથે લઈ ગયો. પરંતુ આ મામલામાં હજુ વર પક્ષ દ્વારા પોલીસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જાણવા મળી રહ્યું છે કે યુવતીના પરિવારજનોએ આ વાત છુપાવી હતી. 

આ કારણે પેટ ફૂલેલું છે
તે વાત પણ સામે આવી કે યુવક પક્ષના લોકોને જણાવવામાં આવ્યું કે થોડા સમય પહેલા યુવતીનું પથરીનું ઓપરેશન થયું હતું. તેના કારણે યુવતીનું પેટ થોડું ફુલી ગયું છે. આ ઘટનામાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસને આ મામલાની માહિતી મળી, પરંતુ કોઈ ફરિયાદ થઈ નથી. યુવતીના પરિવારજનો પોતાની દીકરીને સાથે લઈને જતા રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news