Ginger Price Hike: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું! હવે આદુ વગરની ચા પીવી પડશે, ભાવ પહોંચ્યા આસમાને

ભાવનગર માર્કેટયાર્ડમાં હાલ આદુની આવકમાં ભારે ઘટાડો થતાં ભાવ આસમાને પહોંચ્યા છે. માર્કેટયાડના જથ્થાબંધ બજારમાં કિલો આદુનો ભાવ 170 થી 220 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે છૂટકમાં તો આદુના ભાવ 300 રૃપિયા પ્રતિકીલોને આંબી ગયા છે.

Ginger Price Hike: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું! હવે આદુ વગરની ચા પીવી પડશે, ભાવ પહોંચ્યા આસમાને

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લામાં રોજિંદા વપરાશમાં અતિ ઉપયોગી અને જેના વગર રસોઈ શક્ય નથી એવા આદુ ના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે 40થી 50 રૂપિયા કિલોના ભાવે વેચાતા આદુના ભાવ 250થી 300 રૂપિયા પ્રતિકિલો પહોંચી ગયા છે, જેના કારણે વેપારીઓને તો સારા ભાવ મળી રહ્યા છે, જ્યારે ગૃહિણીઓ માટે 100 ગ્રામના 30થી 40 રૂપિયા ભાવ તીખા સાબિત થઈ રહ્યા છે. 

ભાવનગર માર્કેટયાર્ડમાં હાલ આદુની આવકમાં ભારે ઘટાડો થતાં ભાવ આસમાને પહોંચ્યા છે. માર્કેટયાડના જથ્થાબંધ બજારમાં કિલો આદુનો ભાવ 170 થી 220 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે છૂટકમાં તો આદુના ભાવ 300 રૃપિયા પ્રતિકીલોને આંબી ગયા છે. જેને લીધે 100 ગ્રામ આદુ 30 થી 40 રૂપિયે છૂટક વેચાઈ રહ્યું છે, ચા પીવાના બંધાણીઓ ને હવે આદુ વગરની ચાની ચૂસકી લેવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

આદુ મોંઘુ થઈ જતાં હવે કિટલીયો વાળાને આદુવાળી ચા પીવરાવવી મોંઘી પડી રહી છે. રસોઈ બનાવવામાં પણ આદુ ની રોજિંદી જરૂરિયાત રહેતી હોય છે, અને ઋતુજન્ય રોગચાળામાં પણ લોકો આદુનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે, ત્યારે આદુના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ ને હવે આદુ વગર જ રસોઈ બનાવવાનો વારો આવ્યો છે. 

ગુજરાતના ખેડૂતો પ્રતિકૂળ વાતાવરણના કારણે આદુની ખેતી નથી કરતા, જેના કારણે આદુનું ઉત્પાદન કરતા અન્ય રાજ્ય માથી આદુ મંગાવવું પડે છે. સામાન્ય રીતે ગુજરાતમાં આદુનો પાક ના થતો હોવાના કારણે બેંગલોર, ઓરંગાબાદ અને મહારાષ્ટ્રના સતારામાંથી આદુ ગુજરાતમાં આવે છે. હાલ ઓરંગાબાદમાં વાતાવરણમાં ફેરફાર થવાના કારણે જીવાતનો ઉપદ્રવ વધી જતાં મોટાભાગનો આદુનો પાક નષ્ટ થઈ ગયો છે, જ્યારે બેંગલોરમાં પણ આદુનો સ્ટોક હવે પૂરો થવા આવ્યો છે, ત્યારે હાલ માત્ર મહારાષ્ટ્રના સતારામાંથી જ મોટાભાગનો આદુનો માલ આવતો હોય ઊંચી કિંમત બોલાઈ રહી છે.

બીજી બાજુ આદુના ભાવ ખાવા વેપારીઓ આવા સમયે માલનો સંગ્રહ પણ કરતા હોય છે, જેના કારણે આદુ ની માર્કેટ ઊંચકાય છે, હાલ માત્ર સતારા માંથી આદુ આવી રહ્યું છે, જેમાં હોલસેલ વેપારીને 160 થી 200 સુધીના ભાવે આદુ મળે છે, જ્યારે છૂટક વેપારીને 175 થી 250 રૂપિયા પ્રતિકીલો આદુ મળી રહ્યું છે. જ્યારે થોડા દિવસોમાં ફરી આવકમાં વધારો થતાં આદુના ભાવમાં પણ ઘટાડો જોવા મળે એવી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news