Breaking news: ચૂંટણી પંચે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર ફરી લગાવ્યો 24 કલાકનો પ્રતિબંધ


ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિન નિવેદન આપવા માટે ચૂંટણી પંચે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર ચૂંટણી પ્રચાર કરવા માટે 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. 
 

Breaking news: ચૂંટણી પંચે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર ફરી લગાવ્યો 24 કલાકનો પ્રતિબંધ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક તરફ રાજકીય પાર્ટીઓ જ્યાં ચૂંટણી પ્રચારમાં લાગેલી છે તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રવેશ વર્મા પર ચૂંટણી પંચે ફરી પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રવેશ વર્મા પર 24 કલાકનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચે પ્રવેશ વર્મા પર ચૂંટણી રેલી કરવા, ચૂંટણી સભા, રોડ-શો અને ટીવીમાં ઈન્ટરવ્યૂ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે કે ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ એક ટીવી ચેનલમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. પ્રવેશ વર્મા પર બુધવારે સાંજે 6 કલાકથી ગુરૂવારે સાંજે 6 કલાક સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા તેમની પર ચૂંટણી પંચે 96 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો. 

પ્રવેશ વર્માએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું, 'મેં તેમને આતંકી નહીં, નક્સલવાદી કહ્યાં હતા. તે દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. શાહીન બાગમાં બેઠેલા લોકોને ગેરમાર્ગે દોરી તેને સમર્થન આપી રહ્યાં છે. જેમ કોઈ નક્સલવાદી કામ કરે છે તેમ દિલ્હીના મુખ્યપ્રધાન કામ કરે છે. આતંકવાદનું કામ કરનારા લોકો પણ ગેરમાર્ગે દોરે છે અને સીએમ અરવિંદ કેજરીવાલ પણ ગેરમાર્ગે દોરે છે.'

— ANI (@ANI) February 5, 2020

દિલ્હીમાં કાલે થશે પ્રચાર-પડઘમ શાંત
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ સાથે આવતીકાલે સાંજથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થવાનું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news