Omicron ના જોખમ વચ્ચે મોટા સમાચાર! બીજા ડોઝ બાદ આટલા સમય પછી મળી શકશે બૂસ્ટર ડોઝ

ભારતની 61 ટકાથી વધુ વસ્તીને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. જ્યારે 90 ટકા જેટલી વસ્તીને પહેલો ડોઝ મળેલો છે. 

Omicron ના જોખમ વચ્ચે મોટા સમાચાર! બીજા ડોઝ બાદ આટલા સમય પછી મળી શકશે બૂસ્ટર ડોઝ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનો સમયગાળો 9થી 12 મહિનાનો હોઈ શકે છે. કહેવાય છે કે ભારતમાં રસીકરણ કાર્યક્રમમાં હાલમાં ઉપયોગમાં લેવાઈ રહેલી રસી કોવિશીલ્ડ અને કોવેક્સીન માટે સમયગાળાની ઝીણી ઝીણી બાબતો પર કામ થઈ રહ્યું છે અને તેના પર અંતિમ નિર્ણય જલદી લેવાશે. 

એક સૂત્રએ કહ્યું કે 'રસીકરણ વિભાગ અને રસીકરણ પર રાષ્ટ્રીય ટેક્નિકલ સલાહકાર સમૂહ (NTAGI) તરફથી આ વિષયો પર ચર્ચા કર્યા બાદ કોવિડ રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર 9થી 12 મહિના હોવાની સંભાવના છે.'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે રાતે રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી કે 15-18 વર્ષના કિશોરો માટે કોવિડ-19 માટેનું રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થશે. જ્યારે મેડિકલ સ્ટાફ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ 10 જાન્યુઆરીથી અપાશે. આ નિર્ણય કોરોના વાયરસના ઓમિક્રોન સંલગ્ન કેસ વધવા વચ્ચે આવ્યો છે. 

પીએમ મોદીએ કહ્યું કે બૂસ્ટર ડોઝ આગામી વર્ષ 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ ઉંમરના અને અન્ય ગંભીર બીમારીવાળા નાગરિકોને તેમના ડોક્ટરની સલાહ પર અપાશે. બૂસ્ટર ડોઝ રસીકરણ માટે રસીના ત્રીજા ડોઝ તરીકે જોવામાં આવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે ભારતની 61 ટકાથી વધુ વસ્તીને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. જ્યારે 90 ટકા જેટલી વસ્તીને પહેલો ડોઝ મળેલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news