સમગ્ર દેશ માટે શરમજનક: સ્કુલના બાળકોએ ગ્રુપ બનાવી રચ્યું દુષ્કર્મનું ષડયંત્ર, સ્ક્રીનશોટ જોઇ લોહી ઉકળી ઉઠશે

 સોશિયલ મીડિયા પર એક ઇન્સ્ટાગ્રામ ચેટ ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ ચેટમાં દેખાડવામાં આવ્યું છે કે, કેટલાક શાળાનાં બાળકો રેપનું પ્લાનિંગ બનાવી રહ્યા છે. ટ્વીટર પર આ ઇંસ્ટાગ્રામ ગ્રુપ અંગે ખુબ ચર્ચા થઇ રહી છે. લોકો કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોયઝ લોકર રૂમ નામનાં આ ગ્રુપમાં કેટલાક શાળાનાં બાળકોની ચેટ છે. આ સ્ક્રિનશોટ એક ટવીટર યુઝરે શેર કર્યા છે. આ સ્ક્રિનશોટ વાંચનાર દરેક વ્યક્તિ અચંબીત છે. તેમાં એક કિશોર અન્ય કિશોરોને એક યુવતી સાથે ગેંગરેપ કરવા માટે ઉશ્કેરી રહ્યો છે.
સમગ્ર દેશ માટે શરમજનક: સ્કુલના બાળકોએ ગ્રુપ બનાવી રચ્યું દુષ્કર્મનું ષડયંત્ર, સ્ક્રીનશોટ જોઇ લોહી ઉકળી ઉઠશે

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર એક ઇન્સ્ટાગ્રામ ચેટ ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ ચેટમાં દેખાડવામાં આવ્યું છે કે, કેટલાક શાળાનાં બાળકો રેપનું પ્લાનિંગ બનાવી રહ્યા છે. ટ્વીટર પર આ ઇંસ્ટાગ્રામ ગ્રુપ અંગે ખુબ ચર્ચા થઇ રહી છે. લોકો કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોયઝ લોકર રૂમ નામનાં આ ગ્રુપમાં કેટલાક શાળાનાં બાળકોની ચેટ છે. આ સ્ક્રિનશોટ એક ટવીટર યુઝરે શેર કર્યા છે. આ સ્ક્રિનશોટ વાંચનાર દરેક વ્યક્તિ અચંબીત છે. તેમાં એક કિશોર અન્ય કિશોરોને એક યુવતી સાથે ગેંગરેપ કરવા માટે ઉશ્કેરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ગ્રુપ ચેટનાં કેટલાક સ્ક્રીનશોટ લીક થયા છે. કેટલીક યુવતીઓએ પણ આ સ્ક્રિનશોટ અંગે ઉગ્રપ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક ઇંસ્ટાગ્રામ યુઝર્સે પણ તેનો સ્ક્રીનશોટ શેર કર્યા છે. આ કિશોરો પ્લાનિંગ કરી રહ્યા હતા સ્ક્રીનશોટ શેર કરનારી યુવતીઓ સાતે બદલો કઇ રીતે લઇ શકાય.

જોત જોતામાં સોશિયલ મીડિયા પર આ ગ્રુપની વિરુદ્ધ લોકો લખવા લાગ્યા. ટ્વિટર પર #boislockerroom ટ્રેન્ડ થવા લાગ્યું. લોકો તેને બંધ કરવા માટે અને કડક કાર્યવાહી કરવા માટેી માંગ કરવા લાગ્યા. મળતી માહિતી અનુસાર મોટા ભાગનાં કિશોર સાઉથ દિલ્હીનાં છે. દિલ્હી પોલીસે આ તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી માટેની અપીલ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. હાલ આ મુદ્દે હજી સુધી કોઇ પોલીસ કેસ દાખલ થયો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news