બ્લુ ઘઉંથી ચમકશે ખેડૂતોનું ભાગ્ય, આ રાજ્યમાં શરૂ થઈ તેની ખેતી, જાણો ખાસિયતો
Blue Wheat: બ્લુ ઘઉં બ્લડ શુગર લેવલ, કોલેસ્ટ્રોલ લેવલ અને બોડી ફેટ લેવલ ઘટાડવામાં મદદરૂપ છે. વાદળી ઘઉંની રોટલી, બ્રેડ અને બિસ્કિટ પણ વાદળી રંગના હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે વધુ સારું છે.
Trending Photos
નવી દિલ્હીઃ Blue Wheat: મધ્ય પ્રદેશમાં ખેતીના ક્ષેત્રમાં ઈનોવેશનનો દોર ચાલી રહ્યો છે. આ ક્રમમાં બ્લુ ઘઉં (Blue Wheat)નું પણ ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ ઘઉંનો ઉપયોગ બેકરીના કારોબારમાં (Bakery Business)થાય છે. આ ઘઉંની માંગ દુનિયાના અન્ય દેશોમાં પણ છે. ઈન્દોરમાં G-20 દેશોના કૃષિ સમૂહની બેઠક ચાલી રહી છે, જેમાં 30 દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યાં છે. હેરિટેજ વોકમાં અતિથિઓએ આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરી છે.
બ્લુ ઘઉંના ફાયદા
બ્લુ ઘઉંની પ્રતિજા ન માત્ર રંગમાં અલગ છે. પરંતુ સામાન્ય ઘઉંથી અનેક ગણા વધુ પોષક તત્વો અને સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. બ્લૂ ઘઉં બ્લડ શુગર લેવલ, કોલેસ્ટ્રોલ લેવલ અને શરીરમાં વસાના લેવલને ઘટાડવામાં સહાયક હોય છે. બ્લુ ઘઉંની રોટલી, બ્રેડ અને બિલ્કુટનો રંગ પણ બ્લુ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.
શુગર ફ્રી બટાટાની ખેતી
મધ્ય પ્રદેશની વ્યાપારિક નગરી ઈન્દોર (G-20 Meet Indore) માં જી20ના કૃષિ સમૂહની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓની રાજ્યના કૃષિ ક્ષેત્રમાં જારી ઇનોવેશન તરફ રૂચિનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે જી20ના કૃષિ સમૂહની બેઠકમાં વિવિધ દેશોના આવેલા પ્રતિનિધિઓનું કૃષિ ક્ષેત્રમાં બ્લૂ ઘઉં (Blue Wheat),શુગર ફ્રી બટાટા (Sugar free potato) અને બીજ બેંક (Seed Bank)ના રૂપમાં થયેલા ઇનોવેશને ધ્યાન આકર્ષિત કર્યું છે.
ઘઉં એક્સપોર્ટમાં એમપી દેશમાં સૌથી આગળ
મુખ્યમંત્રી ચૌહાણે કહ્યુ કે મધ્ય પ્રદેશ ઘઉં નિકાસમાં દેશમાં પ્રથમ છે. સાથે કાળા ઘઉં (Black Wheat)ની નિકાસ બાદ હવે બ્લુ ઘઉંનું ઉત્પાદન પણ પ્રદેશમાં શરૂ થઈ ગયું છે. બેકરી ઉત્પાદનોમાં કામ આવનાર બ્લુ ઘઉંની માંગ બીજા દેશોમાંથી આવી રહી છે. તેની પેટેન્ટ પણ કરાવી લેવામાં આવી છે.
સિમરૌલની નિશા પાટીદારે વિશેષ પ્રકારના શુગર ફ્રી બટાવાનું ઉત્પાદન શરૂ કર્યું છે. વિલુપ્ત થઈ ચુકેલ મોટા અનાજોની બીજ બેંક વિકસિત કરનારી ડિણ્ડૌરીની લાહરી બાઈએ પણ જી20 સંમેલનમાં પોતાનો સ્ટોલ લગાવ્યો છે. શ્રી અન્ન (Shree Ann) ની આ બીજ બેંક વિદેશોથી આવેલા પ્રતિનિધિઓના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે નવીનતાઓ ચાલી રહી છે, અમે આમાં પણ રેકોર્ડ સર્જીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે