સુરતમાં ઘરોમાંથી કાદવ બાદ નીકળ્યું ફીણ વાળું પાણી! 72 કલાકથી કારણ જાણવા તંત્રના ધમપછાડા
સુરતમાં હીરાબાગ સર્કલ ખાતે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં ગત સોમવારે મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: શહેરના વરાછા રોડની વિઠલ નગર સોસાયટીમાં મકાનમાંથી ફરી ફીણ વાળું પાણી નીકળવાનું ફરી શરૂ થયું છે. ગત સોમવારે મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા લોકો ચોંકી ગયા હતા. મેટ્રો દ્વારા બે મકાનોના સીલ કરાયા હતા.
જ્યારે મેટ્રોની કામગીરી દરમિયાન આજે ફરી બે મકાનમાંથી ફીણ વાળું પાણી નીકળવાનું શરૂ થયું છે. હાલમાં મેટ્રોની કામગીરી બંધ કરવામાં આવી છે, પણ જે રીતે ફરીથી ફીણ વાળું પાણી નીકળતા સોસાયટીના લોકો ચિંતામાં મુકાયા છે કે ફરી કોઈ મોટું નુકસાન થશે તો તેની ભરપાઈ કોણ કરશે.
સુરતમાં હીરાબાગ સર્કલ ખાતે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં ગત સોમવારે મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા. જ્યારે ફીણ વાળું પાણી કયા કારણોસર નીકળે છે તેને લઈને મેટ્રો વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને સોસાયટીના બે મકાનોને પણ સીલ કરાયા હતા.
મકાનમાં મેટ્રોનિક અધિકારીઓની કામગીરી દરમિયાન ફરી સીલ કરેલા મકાન માટે ફીણ વાળું પાણી નીકાળવાનું શરૂ થયું હતું. હાલ ફીણ વાળું પાણી ક્યાંથી નીકળે છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મેટ્રોના દિલ્હી મુંબઈથી પણ ટેકનિકલ ટીમ સુરત આવી પહોંચી છે અને સંશોધન કરવામાં આવી રહ્યું છે કે આ મેટ્રોની કામગીરી દરમિયાન લીકેજ ક્યાંથી થયું છે અને તેની પાછળનું શું હોઈ શકે છે.
કારણ કે હજુ તો મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર હજુ કેટલાક કિલોમીટર સુધી આ સુરંગ ખોદવાની હોવાથી તો આવનારા દિવસોની અંદર બીજું કોઈ મોટું નુકસાન ના થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે આ સર્ચ કરવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે