'દેશ તમારા ફેક ન્યૂઝથી કંટાળી ગયો છે'- રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર 

પુલવામા આતંકી હુમલાવાળા દિવસે વડાપ્રધાન પર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેવાના રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરતા ભાજપે શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ તે દિવસના સવારના સમયના ફોટા બહાર પાડીને દેશને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. દેશ તમારા ફેક ન્યૂઝથી કંટાળી ગયો છે.

'દેશ તમારા ફેક ન્યૂઝથી કંટાળી ગયો છે'- રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર 

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાવાળા દિવસે વડાપ્રધાન પર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેવાના રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરતા ભાજપે શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ તે દિવસના સવારના સમયના ફોટા બહાર પાડીને દેશને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. દેશ તમારા ફેક ન્યૂઝથી કંટાળી ગયો છે. રાહુલ ગાંધીના ટ્વિટ બાદ ભાજપે ટ્વિટર પર પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે રાહુલજી ભારત તમારા ફેક ન્યૂઝથી કંટાળી ગયું છે. તે દિવસના સવારના સમયના ફોટા બેશર્મીથી જારી કરીને દેશને ગેરમાર્ગે દોરવાનું બંધ  કરો. 

કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા ભાજપના ટ્વિટર હેન્ડલ પર કહેવાયું કે એવું લાગે છે કે તમને પહેલેથી ખબર પડી ગઈ હશે, પરંતુ ભારતના લોકોને સાંજે જ જાણ થઈ. ભાજપે  કહ્યું કે હવે નેક્સ્ટ ટાઈમ જ્યાં જવાનોની શહાદત જોડાયેલી ન હોય ત્યાં સારી રીતે સ્ટંટ કરજો. 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામા આતંકી હુમલાવાળા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ચેનલ માટે ફિલ્મના શુટિંગ કરવા અંગેના અહેવાલોને લઈને શુક્રવારે આક્રમક પ્રહારો કર્યા હતાં. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે શહીદોના ઘરમાં દર્દનો સાગર હિલોળા લઈ રહ્યો હતો ત્યારે 'પ્રાઈમ મિનિસ્ટર' હસતાં હસતાં દરિયામાં શુટિંગ કરી રહ્યાં હતાં. 

જાણો શું કહ્યું રાહુલે?
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામા આતંકી હુમલાવાળા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ચેનલ માટે ફિલ્મનું શુટિંગ કરવા સંબંધી અહેવાલોને લઈને આજે આકરા પ્રહારો કર્યાં. તેમણે આરોપ  લગાવ્યો કે જ્યારે શહીદોના ઘરમાં દર્દનો સાગર હિલોળા લઈ રહ્યો હતો ત્યારે પ્રાઈમ ટાઈમ મિનિસ્ટર હસતાં હસતાં દરિયામાં શુટિંગ કરી રહ્યાં હતાં. 

આ અગાઉ ગુરુવારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે જ્યારે દેશ આ જઘન્ય હુમલાના કારણે આઘાતમાં હતો ત્યારે મોદી કોર્બેટ પાર્કમાં એક ચેનલ માટે ફિલ્મનું શુટિંગ અને બોટિંગ કરી રહ્યાં હતાં. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વડાપ્રધાન પોતાની સત્તા બચાવવા માટે જવાનોની શહાદત અને રાજધર્મ ભૂલી ગયાં. સુરજેવાલાએ કહ્યું કે "હુમલો 14 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગે થયો અને વડાપ્રધાન લગભગ સાત વાગ્યા સુધી શુટિંગ અને ચા નાશ્તામાં વ્યસ્ત હતા. વડાપ્રધાનના આ આચરણને લઈને ગંભીર સવાલ ઊભા થાય છે."

આ બાજુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે દેશની સુરક્ષા પર વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને લઈને આરોપ લગાવવાની દેશની જનતા પર કોઈ અસર થવાની નથી. નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના ઓછામાં ઓછા 40 જવાનો શહીદ થયા હતાં. 

(ઈનપુટ- ભાષા) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news