પુલવામા હુમલોઃ ફફડી ગયેલી પાકિસ્તાની સેનાનો લૂલો બચાવ
મેજર જનરલ આસિર ગફૂરે મીડિયાને સંબોધિત કરતા આ હુમલામાં પાકિસ્તાનનો કોઈ પણ પ્રકારનો હાથ હોવાનો ઈનકાર કરી દીધો હતો, સાથે જ ભારતને ધમકી આપતા જણાવ્યું કે, યુદ્ધની તૈયારી અમે નથી કરી રહ્યા પરંતુ તમે યુદ્ધની ધમકી આપી રહ્યા છો
Trending Photos
નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદ દ્વારા સીઆરપીએફના કાફલા પર કરાયેલા હુમલાના આરોપ લાગ્યા બદ ફફડી ગયેલા પાકિસ્તાને શુક્રવારે ભારતને ફરીથી ધમકી આપી છે. પાકિસ્તાનની સેનાના પ્રવક્તા અને ઈન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના મહાનિદેશક મેજર જનરલ આસિફ ગફૂરે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, આ હુમલામાં પાકિસ્તાનનો કોઈ પણ પ્રકારનો હાથ નથી. સાથે જ ભારતને ધમકી આપતા કહ્યું કે, યુદ્ધની તૈયારી અમે નથી કરી રહ્યા, પરંતુ તમે યુદ્ધની ધમકી આપી રહ્યા છો.
તેમણે જણાવ્યું કે, "અમે યુદ્ધની પહેલ કરવાની તૈયારી નથી કરી રહ્યા, પરંતુ સુરક્ષા કરવો અમારો અધિકાર છે. હમે વીતી ગયેલા જમાનાની સસેના નથી. જો ભારતે કોઈ પણ પ્રકારનું આક્રમક વલણ દેખાડ્યું તો અમે પણ વળતો પ્રહાર કરીશું."
તેમણે જણાવ્યું કે, જે સમયે પુલવામામાં હુમલો થયો ત્યારે 8 એવી અત્યંત જરૂરી ઈવેન્ટ ચાલી રહી હતી, જે પાકિસ્તાનમાં ચાલતી હતી કે પછી તેની સાથે સંકળાયેલી હતી.
જેમાં સાઉદી પ્રિન્સનો પ્રવાસ, યુએનએસસીમાં આતંકવાદ પર ચર્ચા, યુએનમાં કાશ્મીરનો મુદ્દો, કુલભૂષણ જાધવ કેસની આંતરરાષ્ટ્રીય અદાલતમાં સુનાવણી અને કરતારપૂર બોર્ડરની ડેવલપમેન્ટની બેઠક મુખ્ય હતી. વિચારવાની વાત એ છે કે, આવી સ્થિતિમાં પાકિસ્તાન કેવી રીતે કોઈ ઘટનામાં સામેલ થઈ શકે છે. પાકિસ્તાનને તેનાથી કયો ફાયદો થઈ શકે છે. જો અમે આવી ઘટના પણ કરીએ છીએ તો તેનાથી નુકસાન તો અમને જ છે.
મેજર જનરલ ગફૂરે વધુમાં જણાવ્યું કે, "લાઈન ઓફ કન્ટ્રોલ પર સુરક્ષા દળો પર લેયર ડિફેન્સ સિસ્ટમ છે. કેવી રીતે બની શકે કે પાકિસ્તાનમાંથી કોઈ પણ વ્યક્તિ ઘુસણખોરી કરી શકે. જે ગાડીનો ઉપયોગ કરાયો તે પાકિસ્તાનમાંથી ગઈ ન હતી. આ ઘટનાનો હુમલાખોર પણ એક કાશ્મીરી હતી."
પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે સૌ ધીરજ રાખી રહ્યા છીએ. અમે પાકિસ્તાનમાં અલ-કાયદાના ખાત્મા માટે અમેરિકન સેનાની મદદ કરી હતી. અમારા વડા પ્રધાને જે ઓફર આપી છે તે આજ સુધી કોઈએ આપી નથી. પીએમ ઈમરાને જણાવ્યું કે, તમે અમને પુરાવો આપો અને જો એ સાચો નિકળે છે તો અમે દોષિતો સામે કડક પગલાં લઈશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે