West Bengal Election: ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી, નંદીગ્રામથી મમતા vs શુભેંદુ અધિકારી

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી મમતા બેનર્જી વિરુદ્ધ શુભેંદુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા શુક્રવારે મમતા બેનર્જીએ ટીએમસીના 291 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. 
 

West Bengal Election: ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી, નંદીગ્રામથી મમતા vs શુભેંદુ અધિકારી

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ (BJP) પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Election) માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 57 ઉમેદવારોના નામ જાહેર થયા છે. નંદીગ્રામથી મમતા બેનર્જી વિરુદ્ધ શુભેંદુ અધિકારીને ટિકિટ મળી છે. તો ક્રિકેટરથી રાજનેતા બનેલા ફાસ્ટ બોલર અશોક ડિંડજાને પણ ટિકિટ આપવામાં આવી છે. 

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસમાં પત્રકાર પરિષદ યોજી ઉમેદવારોની જાહેરાત કરી છે. અરૂણ સિંહે કહ્યુ કે, કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 57 સીટો માટે નામો પર મહોર લગાવી છે. નંદીગ્રામથી શુભેંદુ અધિકારીને ટિકિટ આપવામાં આવી છે. તેઓ મમતા બેનર્જી વિરુદ્ધ ચૂંટણી લડશે. તો ક્રિકેટરથી નેતા બનેલા અશોક ડિંડાને પણ ટિકિટ મળી છે. 

જુઓ ભાજપે કોને આપી ટિકિટ

— ANI (@ANI) March 6, 2021

મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં કુલ 294 સીટો માટે 8 તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચે મતદાન થશે. ત્યારબાદ 1, 6, 10, 17, 22, 26 અને 29 એપ્રિલે મતદાન થશે. જ્યારે 2 મેએ મતગણના થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news