મશીનમાંથી ધારદાર છરા છુટ્યા સીધા કારીગરનાં ગુપ્તભાગમાં વાગ્યા અને પછી શરૂ થઇ કુદરત સાથેની લડાઇ

મશીનમાંથી ધારદાર છરા છુટ્યા સીધા કારીગરનાં ગુપ્તભાગમાં વાગ્યા અને પછી શરૂ થઇ કુદરત સાથેની લડાઇ

* જે ડોકટરે સર્જરી કરી અને જે હોસ્પિટલમાં ઈલાજ થયો તેના ફોટો અટેચ કર્યા છે 
* શરીરના ગુપ્તભાગમાં એવી ગંભીર ઈજા પહોંચી કે ડૉકટરો માટે સર્જરી બની ગઈ જટીલ
* રાજકોટ: સાંભળીને જ શરીરમાં ધૃજાવી આવી જાય તેવી ઘટનામાં ડૉકટરે શસ્ત્રક્રિયા કરી કારખાનાના કામદારને આપ્યું નવજીવન

રાજકોટ : માનવ શરીરના કેટલાક બાહ્ય અંગો એવા હોય છે જેની સંવેદના અલગ અલગ હોય છે. અકસ્માતમાં કેટલાક અવયવોની ઈજા દૂર કરવી સહેલી હોય છે પરંતું કેટલાક અવયવોમાં જો ઈજા પહોંચે તો તેના માટે ઈલાજ કરવો ઘણીવાર ડૉકટર માટે પણ અસંભવ બની જાય છે. મનુષ્ય શરીરમાં અકસ્માતમાં ગુપ્ત અંગોમાં જો ઈજા પહોંચે તો તેની પીડા અસહ્ય બની જાય છે. રાજકોટમાં એવી ઘટના બની જે વાંચીને કે સાંભળીને તમારા હોંશ ઉડી જશે કે, તમારા શરીરમાં કમકમાટી આવી જશે તો વિચારી શકાય છે કે તે વ્યક્તિને કેટલી પીડા સહન કરવી પડશે. 

દર્દનાક ઘટનાથી જીવન બદલાયું
રાજકોટ શહેરમાં શરીરમાં ધૃજાવી લાવી દે તેવી ઘટના બની છે. કારખાનામાં કામ કરતો વ્યક્તિ મશીનરીમાં કામ કરતો હતો. કામગીરી દરમિયાન ગ્રાઈન્ડરમાંથી ચક્ર છૂટી જાય છે અને કામદારનો ગુપ્તભાગમાં ચામડીનો થોડોક હિસ્સો કપાઈ જાય છે. કામદારના ગુપ્તભાગને ગંભીર ઈજા થતા તેને લોહીલોહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ડૉકટરો માટે પણ આ કેસ કોઈ ચેલેન્જથી ઓછો નહોતોં. ડૉકટરોએ સૂઝબૂઝથી કામદારની સર્જરી કરી અને તેને જીવનદાન આપ્યું હતું. 

હોસ્પિટલના ડૉકટરો માટે ઉભી થઈ મુશ્કેલ
હોસ્પિટલના યુરોલોજી વિભાગના નિષ્ણાંત તબીબના અનુસાર દર્દીને જ્યારે સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે તેમના ગુપ્તભાગે ખૂબ જ લોહી વહી ગયુ હતું.  દર્દી એકતરફ પીડાથી કણસતો હતો. દર્દીનું તે સમયે હિમોગ્લોબિન પણ ખૂબ ઓછું થઈ ગયું હોવાથી તેમને તાત્કાલિક લોહીના બાટલા પણ ચડાવવાની ફરજ પડી હતી.

દર્દીને ડૉકટરોની મહેનતથી મળ્યું નવજીવન
દર્દીની ખૂબ જટીલ યુરોલોજીકલ સર્જરી કરવામાં આવી ડોક્ટરના અનુસાર દર્દીને હાથ, પગ અને પેટના ભાગમાં પણ સામાન્ય ઈજા પહોંચી હતી. હાલમાં દર્દીની તબિયત સ્થિર થઈ ગઈ છે. દર્દી હવે પહેલાની જેમ કુદરતી ક્રિયાઓ પણ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news