BJPના સેવા સપ્તાહ કાર્યક્રમની શરૂઆત, અમિત શાહે AIIMS જઈને કરી સફાઈ

ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો જન્મદિવસ સેવા સપ્તાહ તરીકે ઉજવશે.

BJPના સેવા સપ્તાહ કાર્યક્રમની શરૂઆત, અમિત શાહે AIIMS જઈને કરી સફાઈ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો જન્મદિવસ સેવા સપ્તાહ તરીકે ઉજવશે. ભાજપ (BJP) અધ્યક્ષ અમિત શાહ(Amit Shah)એ એમ્સ (AIIMS) જઈને શનિવારે સેવા સપ્તાહની શરૂઆત કરી. અમિત શાહ અહીં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે એમ્સ પહોંચ્યા હતાં. અમિત શાહે અહીં દર્દીઓના હાલચાલ જાણ્યાં અને તેમને ફળ વહેંચ્યા. અમિત શાહ અને જે પી નડ્ડા(JP Nadda)એ આ અવસરે એમ્સમાં સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો. તેમની સાથે પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ હાજર હતાં. 

— ANI (@ANI) September 14, 2019

અમિત શાહે આ અવસરે કહ્યું કે ભાજપ સેવા સપ્તાહ, આ એક સપ્તાહ, કરોડો કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યા પર સફાઈ કાર્યક્રમ, વૃક્ષારોપાણ અને શ્રમદાન કરીને સેવા સપ્તાહની ઉજવણી કરશે. 

જુઓ LIVE TV

ભાજપે 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી કરશે. નોંધનીય છેકે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ભાજપે સેવા સપ્તાહ દરમિયાન સ્વચ્છતા એ જ સેવા, સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિ, જળ સંરક્ષણ અને સંવર્ધનના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news