પ્રિયંકા ગાંધીની રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી... ભાઈની લીડનો રેકોર્ડ તોડીને મેળવી બમ્પર જીત

Wayanad Bye-Election Results 2024: ભારતના રાજકારણમાં વધુ એક ગાંધી પરિવારના વ્યક્તિની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.. તેમનું નામ છે પ્રિયંકા ગાંધી. પહેલી જ વાર ચૂંટણીના મેદાનમાં ઉતરેલા પ્રિયંકા ગાંધીએ પોતાના જ ભાઈની લીડનો રેકોર્ડ તોડીને બમ્પર જીત મેળવી છે. 

પ્રિયંકા ગાંધીની રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી... ભાઈની લીડનો રેકોર્ડ તોડીને મેળવી બમ્પર જીત

Wayanad Bye-Election Results 2024: ભારતના રાજકારણમાં વધુ એક ગાંધી પરિવારના વ્યક્તિની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.. તેમનું નામ છે પ્રિયંકા ગાંધી. પહેલી જ વાર ચૂંટણીના મેદાનમાં ઉતરેલા પ્રિયંકા ગાંધીએ પોતાના જ ભાઈની લીડનો રેકોર્ડ તોડીને બમ્પર જીત મેળવી છે. ત્યારે કેટલા મતથી પ્રિયંકા ગાંધી જીત્યા? જીત મેળવ્યા પછી તેમણે સોશિયલ મીડિયા એક્સ પર શું કહ્યું?  

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો વાયનાડમાં ભવ્ય વિજય થયો છે. હવે પ્રિયંકા ગાંધી આ વિસ્તારમાં તમને 5 વર્ષ સુધી જોવા મળશે. કેમ કે વાયનાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધીની બમ્પર જીત થઈ છે.

પ્રિયંકા ગાંધીને 6 લાખ 22 હજાર 338 મત મળ્યા. CPIના સત્યેન મોકેરીને 2 લાખ 11 હજાર 407 મત મળ્યા. ભાજપના નવ્યા હરિદાસને 1 લાખ 9 હજાર 939 મત મળ્યા. આમ પ્રિયંકા ગાંધીની વાયનાડ બેઠક પરથી 4 લાખ 10 હજાર 931 મતથી વિજય થયો છે.

પ્રિયંકા ગાંધીએ મલ્લિકાર્જુન ખડગે સાથે કરી મુલાકાત
લોકસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પ્રિયંકા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા. જ્યાં તેમણે પ્રિયંકા ગાંધીનું મિઠાઈ ખવડાવી અને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. 

પ્રિયંકા ગાંધીએ મતદારોનો માન્યો આભાર 
જીત બાદ પ્રિયંકા ગાંધીએ ટ્ટીટ કરીને વાયનાડના મતદારોનો આભાર માન્યો છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, વાયનાડના મારા પ્રિય બહેનો અને ભાઈઓ. તમે મારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના માટે હું અભિભૂત છું. હું સુનિશ્વિત કરીશ કે સમયની સાથે તમે હકીકતમાં અનુભવ કરશો કે આ જીત તમારી જીત છે. તમે તમારું પ્રતિનિધિત્વ કરવા માટે મને ચૂંટી છે તે તમારી આશાઓ અને સપનાને સમજે છે. હું સંસદમાં તમારો અવાજ બનવા માટે ઉત્સુક છું.

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024

પ્રિયંકા ગાંધીની ભાઈ પણ વધુ મત મેળવી શાનદાર જીત
રાહુલ ગાંધીએ વાયનાડમાં લોકસભાની ચૂંટણી 3,64,422 મતથી જીતી હતી. પરંતુ પ્રિયંકા ગાંધીએ 4 લાખ કરતા વધુ મતથી શાનદાર જીત મેળવી છે. તેની સાથે જ તે સંસદમાં પહોંચનારા ગાંધી ફેમિલીના 9મા સભ્ય બની ગયા છે. પ્રિયંકા ગાંધી રાજકારણમાં છેલ્લાં 35 વર્ષથી સક્રિય છે. તે પહેલાં રાયબરેલીમાં માતા સોનિયા ગાંધી માટે પ્રચાર કરતા હતા. જ્યારે 2004માં રાહુલ ગાંધી અમેઠીથી મેદાનમાં ઉતર્યા તો પ્રિયંકા ગાંધીએ અમેઠીમાં ભાઈ માટે પ્રચાર કર્યો હતો. પરંતુ હવે તે પોતે વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. એટલે સંસદમાં ભાઈ અને બહેનની જોડી શું જાદુ કરશે તે જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news