ઝારખંડમાં સોરેનનો ચાલ્યો જાદુ, શાનદાર જીત સાથે ભાજપના નારાઓ પર કલ્પનાએ ફેરવ્યું પાણી
Jharkhand Election Results: ઝારખંડમાં મતગણતરી બાદ આવેલા પરિણામોએ ભાજપને મોટો ઝટકો આપ્યો. જેના કારણે ભાજપનું ઝારખંડ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
Trending Photos
Jharkhand Election Results: ઝારખંડમાં મતગણતરી બાદ આવેલા પરિણામોએ ભાજપને મોટો ઝટકો આપ્યો. જેના કારણે ભાજપનું ઝારખંડ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ભાજપે બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ખૂબ ચગાવ્યો પરંતુ મતદારોએ તેને સંપૂર્ણ રીતે નકારતાં ઈન્ડિયા ગઠબંધનને ફરીથી રાજ્યમાં જનાદેશ આપ્યો. ત્યારે ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનના જીતના કયા કારણો રહ્યા?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અપલોડ કરવામાં આવેલી આ તમામ તસવીરો ઘણું બધી કહી જાય છે. જેમાં હેમંત સોરેન પોતાની પત્ની અને બાળકો સાથે હેલિકોપ્ટરની બાજુમાં ઉભા છે. તેમના હાથમાં બુકે છે અને ચહેરા પર અનોખું સ્મિત છે.
કેમ ના હોય?...
ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને ઝારખંડમાં ભાજપના મિશનને ચકનાચૂર કરી દીધું છે. કેમ કે ઝારખંડમાં છેલ્લાં 24 વર્ષનો રાજકીય રેકોર્ડ તૂટ્યો અને ઈન્ડિયા ગઠબંધને મજબૂતીની સાથે સત્તામાં વાપસી કરી છે.
2019 કરતા 2024માં ધુંઆધાર પ્રદર્શન
આ જીત ઈન્ડિયા ગઠબંધન માટે મહત્વની છે. કેમ કે 2019ની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાએ 30 બેઠક જીતી હતી. સાથીદાર કોંગ્રેસે 16 બેઠક જીતી હતી. ભાજપના ખાતામાં 25 બેઠક આવી હતી. બાબુલાલ મરાંડીની JVMએ 3 બેઠક જીતી હતી. જ્યારે આજસુના ખાતામાં માત્ર 2 બેઠક આવી હતી. આ વખતે ગઠબંધન બેઠકોની અડધી સદી કરતા વધુ બેઠક જીતીને સત્તામાં પાછી ફરી રહી છે.
ઝારખંડમાં કેમ ઈન્ડિયા ગઠબંધનની ભવ્ય જીત થઈ?... તેના કારણો પર નજર કરીએ તો...
- હેમંત સોરેનની ધરપકડથી લોકોમાં ભારે ગુસ્સો
- હિન્દુ મતોનું ધ્રુવીકરણના પ્રયાસને પાર્ટીએ નિષ્ફળ બનાવ્યો
- આદિવાસી મતદારોએ ફરી ગઠબંધનને સાથ આપ્યો
- મઈયા સન્માન યોજના માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ
- ભાજપનો ઘૂસણખોરીવાળો દાવ ના ચાલ્યો
- હેમંત સોરેનની લોકપ્રિયતા ગઠબંધનના પક્ષમાં રહી
- કલ્પના સોરેને 100 જેટલી રેલીઓ ગજવી
- કુર્મી મતદારો ભાજપના ગઠબંધનથી દૂર થઈ ગયા
- ચંપઈ સોરેનનો વિકલ્પ શોધવામાં પાર્ટીને સફળતા મળી
જીવમાં જીવ આવ્યો... મહાયુતિની ભવ્ય જીત પર અદાણી કેમ ખુશ? થશે મોટું ટેન્શન દૂર..!
શાનદાર જીત સાથે રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનના શાનદાર પ્રદર્શનથી પાર્ટીના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફટાકડાં ફોડીને અને એકબીજાને લીલો રંગ લગાવીને કાર્યકરોએ ઉજવણી કરી છે. હેમંત સોરેનના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને ઝારખંડમાં શાનદાર પ્રદર્શન કરીને ફરી સત્તામાં વાપસી કરી. ત્યારે આશા રાખીએ કે સોરેન સરકારે જે વાયદાના આધારે વાપસી કરી છે તેને પૂરો કરવાનો પ્રયાસ કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે