આ હકીકત જાણી લેજો! શિયાળામાં જલ્દી ડિસ્ચાર્જ થાય છે ફોનની બેટરી, આ રીતે વધારો લાઈફ
Smartphone Discharge: શિયાળામાં ફોનની બેટરી જલ્દી ડિસ્ચાર્જ થઈ શકે છે. જી હા.. ઠંડીના કારણે બેટરીની ક્ષમકા ઓછી થઈ જાય છે અને ફોન જલ્દી ડિસ્ચાર્જ થઈ શકે છે. એવામાં લોકોને વારંવાર ફોન ચાર્જ કરવો પડે છે. જો તમે પણ આ પ્રોબ્લેમથી પરેશાન છો તો પરેશાન ના ખાવ. અમુક સરળ ટિપ્સ અપનાવીને તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. અમે તમને એવી સરળ ટિપ્સ જણાવીએ કે જેનાથી તમે તમારા સ્માર્ટફોનની બેટરી લાઈફ વધારી શકો છો.
ફોનને ગરમ રાખો
પોતાના સ્માર્ટફોનને પોતાના ખિસ્સામાં કે કોટના ખિસ્સામાં રાખો જેથી તે ઠંડીથી હચાવી શકાય. કોશિશ કરો કે ફોન ગરમ રહે, પરંતુ ફોનને હીટરથી દૂર રાખો. ફોનને સીધો હીટરની પાસે ના રાખો કારણ કે તેનાથી બેટરી પર અસર પડી શકે છે.
સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી કરો
ફોનની બ્રાઈટનેસ ઓછી રાખો. ઓટો બ્રાઈટનેસ ફીચરને ઓન કરો જેથી ફોનની સ્ક્રીનની રોશની પોતાની જાતે એડજસ્ટ થઈ જાય. તેનાથી તમારે વારંવાર બ્રાઈટનેસને એડજસ્ટ કરવાની જરૂરિયાત પડશે નહીં.
બેકગ્રાઉન્ડ એપ બંધ કરો
તમે જે એપનો ઉપયોગ ના કરતા હોય, તેણે બંધ કરી દો. તેનાથી બેટરી બચાવવામાં મદદ મળશે. સાથે એપના બેકગ્રાઉન્ડ અપડેટ્સ પણ બંધ કરી દો. એપના બેકગ્રાઉન્ડ અપડેટ્સને બંધ કરવાથી પણ બેટરી બચાવી શકાય છે.
બેટરી સેવર મોડ ચાલુ કરો
મોટાભાગના સ્માર્ટફોનમાં બેટરી સેવર મોડ હોય છે. ફોનમાં ઓછી બેટરી બાકી હોય ત્યારે આ મોડ ઉપયોગી છે. તેને ચાલુ કરીને, તમે બાકીની બેટરીનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો. તેને ચાલુ કરવાથી બેટરીનો વપરાશ ઓછો થાય છે.
બ્લૂટૂથ અને વાઈ-ફાઈ બંધ કરો
જ્યારે જરૂરિયાત ના હોય અથવા તો જ્યારે તમે બ્લૂટૂથ અથવા તો વાઈ-ફાઈ જેવી સર્વિસિસનો ઉપયોગ ના કરતા હોય તો તેણે બંધ કરી દો. આ સર્વિસ બેટરી કંજ્યૂમ કરે છે. તેણે ઓફ કરીને તમે બેટરી બચાવી શકો છો.
Trending Photos