West Bengal: વિધાનસભામાં મારપીટ, BJP-TMC વિધાયકો ઝઘડી પડ્યા, જાણો શું છે મામલો
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સત્તાધારી ટીએમસી અને ભાજપના વિધાયકો વચ્ચે છૂટ્ટા હાથે મારામારી થઈ. આ દરમિયાન ગૃહમાં નેતાઓ વચ્ચે ધક્કામુક્કી અને લાતમલાતી પણ થઈ.
Trending Photos
કોલકાતા (શ્રેયાંશી ગાંગુલી): પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સત્તાધારી ટીએમસી અને ભાજપના વિધાયકો વચ્ચે છૂટ્ટા હાથે મારામારી થઈ. આ દરમિયાન ગૃહમાં નેતાઓ વચ્ચે ધક્કામુક્કી અને લાતમલાતી પણ થઈ. વિધાયકોના ઝઘડામાં વિધાનસભા ગૃહની લાઈટ પણ તોડી નાખી. અત્રે જણાવવાનું કે બંગાળ વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિધાનસભામાં રામપુરહાટ હિંસા અને પશ્ચિમ બંગાળ કાયદા વ્યવસ્થા મામલે ચર્ચા ચાલુ હતી. ભાજપે આ ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો છે.
ભાજપ વિધાયકના કપડાં ફાડી નાખ્યા
મળતી માહિતી મુજબ ભાજપ વિધાયક અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી રામપુરહાટ, બીરભૂમ ઘટનાઓ પર ચર્ચા કરાવવા માંગતા હતા. ત્યારબાદ ભાજપ વિધાયકોએ સદનના વેલમાં ધરણા ધરવાના શરૂ કરી દીધા. આ મામલાએ વિધાનસભામાં તૂલ પકડ્યું અને જોત જોતામાં તો ટીએમ-ભાજપના ધારાસભ્યો પરસ્પર ઝઘડી પડ્યા. હાથાપાઈમાં ભાજપ વિધાયક મનોજ તિગ્ગાના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા. જ્યારે ટીએમસી વિધાયક અસિત મજૂમદારના નાકમાં ઈજા થઈ.
Absolute pandemonium in the West Bengal Assembly. After Bengal Governor, TMC MLAs now assault BJP MLAs, including Chief Whip Manoj Tigga, as they were demanding a discussion on the Rampurhat massacre on the floor of the house.
What is Mamata Banerjee trying to hide? pic.twitter.com/umyJhp0jnE
— Amit Malviya (@amitmalviya) March 28, 2022
Corona Update: રાહતના સમાચાર! દેશનું પહેલું કોરોનામુક્ત રાજ્ય, જ્યાં કોવિડ-19નો એક પણ એક્ટિવ કેસ નથી
ભાજપના 5 ધારાસભ્યો સસ્પેન્ડ
વિધાનસભામાંથી શુભેન્દુ અધિકારી સહિત ભાજપના 5 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થનારા ધારાસભ્યોમાં શુભેન્દુ અધિકારી, મનોજ તિગ્ગા, નરાહરી મહતો, શંકર ઘોષ અને દીપક બર્મન સામેલ છે. તેમને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
West Bengal | 5 BJP MLAs including Suvendu Adhikari suspended from the Assembly, until further notice, following a clash between TMC & BJP MLAs on the floor of the House over Birbhum violence.
— ANI (@ANI) March 28, 2022
ટીએમસી નેતાની હત્યા બાદ 10-12 ઘરોમાં આગચંપી
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ટીએમસી નેતાની હત્યા બાદ ભીડે હુમલો કર્યો હતો અને 10થી 12 ઘરોમાં આગચંપી કરી નાખી. આ હચમચાવતા ઘટનાક્રમમાં 10 લોકોના જીવતા ભૂંજાઈને મોત થયા હતા. અન્ય 38 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
મામલાની તપાસ માટે SIT ની રચના
આ હિંસા રામપુરભાટમાં ઉપપ્રધાન ભાદુ શેખની હત્યા બાદ ભડકી હતી. મૃતકોમાં બે બાળકો તથા બે મહિલાઓ પણ સામેલ છે. હિંસાને લઈને રાજ્ય સરકારની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) પણ બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે